દુનિયાની સૌથી મોટી પ્રતિમા એવી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” આખા દેશ માટે જ નહિ પરંતુ દુનિયા માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઘણા પ્રવાસીઓ આ પ્રતિમાને નિહાળવા માટે દૂર દૂરથી આવતા હોય છે.

તાજેતરમાં એક રિપોર્ટ દ્વારા સામે આવ્યું કે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”એ કમાણીના મામલામાં પ્રેમનું પ્રતીક માનવામાં આવતા તાજમહેલને પણ પાછળ રાખી દીધો છે.

દેશની ઐતિહાસિક ઇમારતોની દેખરેખ રાખવા વાળી સંસ્થા “ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ” (ASI)એ તાજેતરમાં બહાર પાડેલા એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં આવેલ 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈની પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રવસીઓ માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને તેના જ કારણે તેની આવક તાજમહેલ કરતા પણ એક વર્ષમાં વધી છે.

“સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના બનવાને હજુ એક વર્ષ થયું છે ત્યાં તેની વાર્ષિક આવક 63 કરોડ રૂપિયા નોંધાઈ છે જયારે “તાજમહેલ”ની આ વર્ષની આવક 56 કરોડ રૂપિયા થઇ છે. તે જોતા સરદાર પટેલની આ પ્રતિમાએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

જો કે પ્રવાસીઓની સંખ્યામાં તાજમહેલ હજુ પણ આગળ છે. ચાલુ વર્ષે જ્યાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાત લીધેલ પ્રવાસીઓની સંખ્યા 24 લાખ સુધી પહોચી તો “તાજમહેલ” ને જોવા માટે 64 લાખ જેટલા લોકો પહોંચ્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.