એક ટાયર વાળા બાઈક પર જબરદસ્ત સ્ટન્ટ બતાવી રહ્યો હતો આ યુવક, અચાનક થયું એવું કે સાક્ષાત યમરાજના થઇ ગયા દર્શન, જુઓ વીડિયો

એક પૈડાં વાળી બાઈક લઈને ફિલ્મી અંદાજમાં સ્ટન્ટ કરવા રોડ પર નીકળી પડ્યો યુવક, જોરદાર બતાવ્યા સ્ટન્ટ, પણ પછી થયું એવું કે જોઈને લોકોના રૂંવાડા ઉભા થઇ ગયા, જુઓ વીડિયો

દુનિયાભરમાં ઘણા બધા એવા સ્ટંટમેન છે જે પોતાના અવનવા સ્ટન્ટના કારણે લોકોના હોશ પણ ઉડાવી દેતા હોય છે, જ્યારે પડદા પર કે રિયલમાં તેમને સ્ટન્ટ કરતા જોઈએ ત્યારે આપણે પણ મોઢામાં આંગળા નાખી દેતા હોઈએ છીએ. પરંતુ આવા લોકોએ સ્ટન્ટ કરતા પહેલા બરાબર તાલીમ લીધી હોય છે અને એટલે જ સફળતા પૂર્વક આ સ્ટન્ટ કરી શકે છે.

પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે આવા સ્ટન્ટ જોઈને પોતે પણ કરવાનું વિચારતા હોય છે અને પછી અકસ્માતનો શિકાર પણ બનતા હોય છે, જેમાં તે ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે તો ઘણીવાર તેમનો જીવ પણ ચાલ્યો જતો હોય છે, આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ તમે વાયરલ થતા જોયા હશે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સ્ટન્ટ કરી રહેલા યુવકને સાક્ષાત યમરાજના દર્શન થઇ ગયા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક છોકરો રસ્તા પર બાઇક લઈને ભાગી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ બાઇકમાં માત્ર એક જ વ્હીલ છે. તેમ છતાં તેને ઝડપી લઈ ભાગી ગયો હતો. બાઇકનું આગળનું વ્હીલ તૂટી ગયું છે અને પાછળના વ્હીલનું સંતુલન ખોરવાતા બાઇક ઝડપથી દોડી રહ્યું છે અને યુવક ચાલુ બાઇકે જ સ્ટન્ટ કરી રહ્યું છે.

તે જેટલી ઝડપથી બાઇકના એક્સિલરેટરને ખેંચે છે, તેટલી જ ઝડપથી બાઇક ચાલે છે. પરંતુ પાછળથી તેણે સંતુલન ગુમાવ્યું અને બાઇકને આગળ લઇ જઇને પડી ગયો. વીડિયોના અંતમાં જોવા મળે છે કે છોકરો ખૂબ જ ભયાનક રીતે ઊંધા મોઢે પડે છે. બીજી આશ્ચર્યજનક વાત એ છે કે આ વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ પણ અલગ લેવલ પર છે. લાગે છે કે તે પણ બાઇક પર બેસીને આગળ પાછળ રેકોર્ડિંગ કરી રહ્યો છે. જ્યારે આ છોકરો પાછળથી આ સ્ટંટ બતાવી રહ્યો છે. હાલમાં આ વીડિયો વાયરલ થયો છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel