રોડપતિ માંથી કરોડપતિ બની જશો, બસ આટલું કરો
સૂર્યદેવની પૂજાનું ઘણું મહત્વ છે એ આપણે બધા જાણીએ જ છીએ. રોજ સવારે ઉઠીને સૂર્યની ઉપાસના કરવી જોઈએ એવું શાસ્ત્રોમાં લખ્યું છે સાથે સાથે એવું પણ લખ્યું છે કે ખાસ કરીને રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. જ્યોતિષશાસ્ત્રોમાં સૂર્યને દરેક ગ્રહોનો અધિપતિ માનવમાં આવ્યો છે.

કહેવાય છે કે જો કુંડળીમાં સૂર્ય ગ્રહ ઠીક સ્થાન પર ન હોય તો સમાજમાં માં સમ્માન અને ઊંચું પદ જલ્દી મળતું નથી. દરરોજ સૂર્યદેવની પૂજા કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.બીજા અલગ અલગ ગ્રહોની પૂજા કરવાને બદલે ફક્ત સૂર્યદેવની પૂજા કરશું તો પણ આપણું નસીબ બદલાઈ જશે.

પૌરાણિક સમયથી જ સૂર્યનું વિશષે મહત્વ બતાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આપણી પૂજાથી જો સૂર્યદેવ પ્રસન્ન થઇ જશે તો આયુષ્ય, આરોગ્ય, ધન, તેજસ્વીતા, નામ, સમ્માન, વૈભવ, સુખ-શાંતિ અને સૌભાગ્ય પ્રદાન કરે છે.
આપણે દરરોજ સવારે સૂર્યોદય સમયે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.જો યોગ્ય વિધિ પૂર્વક સૂર્યને જળ અર્પણ કરવામાં આવે તો સૂર્યદેવ એક દિવસ પ્રસન્ન થઇ અને જરૂરથી તેનો આશીર્વાદ વરસાવશે.

દરરોજ સવારે ઉગતા સૂર્યને સ્વચ્છ તાંબાના લોટમાંથી જળ અર્પણ કરવું જોઈએ. પવિત્ર જળ એટલે કે એ સાદા પાણીમાં થોડા ફૂલની સાથે સાથે થોડી સાકર અથવાતો મિશ્રી ઉમેરવા જોઈએ.ત્યાર બાદ જ સૂર્યદેવતાને એ જળ તાંબાના લોટા દ્વારા અર્પણ કરવું જોઈએ.
સૂર્યોદય સમયે સૂર્યની ઉગતા સૂર્યની સામે ઉભા ઉભા રહીને સૂર્યના બાર નામ બોલતા બોલતા જળ અર્પણ કરવું જોઈએ. જેમ જેમ તાંબાના લોટમાંથી જળ સૂર્યદેવને અર્પણ થતું જાય તેમ તેમ મોઢામાંથી સૂર્યના બાર અલગ અલગ નામનું ઉચ્ચારણ થવું જોઈએ.

સૂર્યના બાર અલગ અલગ નામનું ઉચ્ચારણ કરતા સમયમાં લોટમાં ભરેલ જળ સૂર્યદેવને અર્પણ થઇ જવું જોઈએ.ત્યારબાદ અર્પણ કરેલ જળની આજુબાજુ સાત પ્રદક્ષિણા ફરવી જોઈએ અને સાથે જ “ઓમ હિમ ક્રીમ સૂર્યાય સ્વસ્થ કિરણાય મનવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા”મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.અંતે તે જગ્યા પર ઉભું રહી સૂર્યદેવતાને હાથ જોડી નમન કરી આશીર્વાદ માંગવો જોઈએ.
ઉગતા સૂર્યમાંથી નીકળતા કિરણો આંખની રોશની વધારી શકે છે સાથે જ સૂર્યપ્રકાશથી ઘણી બીમારીઓનો અંત પણ થઇ શકે છે.

સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ એ જ તાંબાના વાસણમાં જો તુલસીના છોડને પાણી ચઢાવવામાં આવે તો સૂર્યદેવતા જલ્દી પ્રસન્ન થશે. ઘરની છત કે બાલ્કનીમાં તુલસીનો છોડ રાખો અને ત્યારબાદ તેમાં પાણી નાખો તો સૂર્યદેવતા તમને જોઇ શકે અને આમ કરવાથી તુલસીમાતા અને સૂર્યદેવનો આશીર્વાદ એક જુટ થઇ જાય છે. અને જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે.

જયારે સૂર્ય અને તુલસીને જળ અર્પણ કરી દો ત્યારબાદ બંનેની પરિક્રમા કરવાનું ન ભુલજો. જેમ સૂર્યદેવતાની પરિક્રમા સાત વખત કરી તેમ તુલસીના છોડની પરિક્રમા પણ 7 વખત કરવી જોઈએ. એવું કરવાથી સૂર્ય અને તુલસી બંનેની કૃપા દ્રષ્ટિ બની રહેશે. પ્રદક્ષિણા આટલા માટે જરૂરી છે કે જો કોઈ વખત આપણે વ્યસ્ત હોઈએ અને પાણી ચઢાવતા ભૂલી ગયા હોઈએ તો બંને આપણાથી નારાઝ ન થાય અને આખો દિવસ આપણા પર કૃપા વરસાવતા રહે.

સૂર્યદેવ અને તુલસીના છોડને જળ અર્પણ કર્યા બાદ છેલ્લું કામ કરવાનું રહેશે. એ જ તાંબાના લોટમાં પીવાનું પાણી ભરીને તુલસીના બે-ત્રણ પાંદડા તેમાં નાખી દો. હવે તે પાણી ભરેલ તાંબાના લોટને ઢાંકીને ઘરના પૂજા સ્થાન પર રાખી દો.હવે ઘરના મંદિરમાં રાખેલ ભગવાનની દરરોજ કરાતી પૂજા કરો અને ત્યાર બાદ એ પાણીમાં નાખેલ તુલસીનો પ્રસાદ લઇ લો. તાંબાના લોટમાં પડેલ પાણીને આખો દિવસ ગ્રહણ કરો. એ પાણી પણ એક પ્રકારની પ્રસાદી જ કહેવાય.