હોલિકા દહન સમયે ફક્ત આ એક વસ્તુ ચુપચાપ નાખી તો અગ્નિની અંદર, પછી જુઓ કિસ્મતમાં કેવો આવે છે બદલાવ

હોળીનો તહેવાર તમારા જીવનને ખુશીઓ અને વિભિન્ન રંગોથી ભરી દે છે. હિન્દૂ ધર્મમાં આ તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. એવામાં હોળીના દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી ખુબ ફાયદો થાય છે અને તમારું આવનારું જીવન ખુશીઓ અને સફળતાથી ભરાઈ જાય છે. હોળીના દિવસે અમુક ખાસ ઉપાયોની મદદથી તમારું ભાગ્ય ચમકાંઈ શકે છે અને જીવનમાં શુભકામો કરવાની શરૂઆત થાશે.

શા માટે ઉજવવામાં આવે છે હોલિકાદહન:

હોળી એટલે કે ધુળેટીના આગળના દીસવે હોલિકાદહન ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓના અનુસાર આ દિવસે હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને મારવા માટે પોતાની બહેન હોલિકાની મદદ લીધી હતી. ભગવાન શંકરના વરદાનથી તેને એક એવી ચૂંદડી પ્રાપ્ત થઇ કે તેને ઓઢવા પર અગ્નિ તેને બાળી પણ શકતી નથી. હોલિકા તે ચૂંદડી ને ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈને ચિતા પર બેસી ગઈ. પણ ભગવાન વિષ્ણુની કૃપાથી તે ચૂંદડી ઉડીને પ્રહલાદની ઉપર આવી ગઈ, જેમાં પ્રહલાદ બચી ગયો અને હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ. આ દિવસ પછી હોલિકા દહનની પરંપરા શરૂ થઇ હતી. માન્યતા છે કે આ દિવસે હોળી પ્રગટાવીને ખોટા પર સત્યની જીત મળે છે.

હોલીકા દહનના દિવસે કરો આ ઉપાય:
1. હોળી દહનના સમયે આ ઉપાયો કરવાથી નકારાત્મક ઉર્જાને લીધે ઉદ્દભવતી સમસ્યાઓથી જલ્દી જ છુટકારો મળશે.

2. હોળીની પૂજા કરવાના સમયે એક ચાંદીનો સિક્કો રાખીને હળદરથી તિલક કરો અને તે સિક્કાને તમારી તિજોરીમાં મૂકી દો, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

3.ચાંદીના સિક્કા સિવાય હોળીના દિવસે ઘરમાં ગોમતી ચક્ર રાખવાથી પણ ફાયદો થશે, આ ઉપાયથી પણ તમારું ભાગ્ય ચમકાઈ જાશે.

4.આ ચીજોને તિજોરીમાં રાખવાના સમયે ધ્યાન રાખો કે ભગવાન વિષ્ણુના આ મંત્રનો ચોક્કસ જાપ કરો,” ॐ नमो भगवते वासुदेव नमः।”

5.વ્યાપાર સ્થળ પાર હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે અને કામમાં હંમેશા તરક્કી મળે તેના માટે ગોમતી ચક્રને લાલ રંગના કપડામાં બાંધીને કાર્યસ્થળમાં પૂજા સ્થાન પર રાખો.

6. આ ઉપાય તમારા ભાગ્યને પ્રગતિશીલ બનાવવામાં ફાયદો અપાવશે અને તમે દરેક કામમાં કામિયાબ રહેશો સાથે જ હંમેશા સમસ્યાઓથી મુક્ત રહેશો.

7.હોળી દહનના દરમિયાન પીળા કપડામાં હળદર બાંધીને તેને અગ્નિમાં પધરાવી દો અને ભગવાન પાસે તમારા જીવન  દોષ મુક્ત બનાવવા માટે આશીર્વાદ માંગો.

8. હોળીના દિવસે આ દરેક ઉપાયો કરવાથી હંમેશા હંમેશા તમારા ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીની કૃપા રહેશે.

હોળીના દિવસે ગોમતીચક્રના ઉપાયો પણ કરી શકો છો.
1. વ્યાપારમાં વૃદ્ધિ લાવવા માટે બે ગોમતી ચક્ર લો, તેને એક કપડામાં બાંધીને તમારા કાર્યસ્થળના દરવાજા પર લટકાવી દો, જેથી આવનારા ગ્રાહકો તેની નીચેથી પસાર થઈને આવે. માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ ની સાથે સાથે લાભ પણ થાવા લાગે છે.

2. સંતાન કે પુત્રપ્રાપ્તિ માટે હોળીના દિવસે પાંચ ગૌમુખી ચક્ર કોઈ વહેતી નદી કે તળાવમાં પાંચ વાર  “हिलि हिलि मिलि मिलि चिलि चिलि हुक” બોલીને વિસર્જિત કરી દો.3. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદને ખતમ કરવા માટે આ દિવસે ત્રણ ગોમતી ચક્ર લઈને ઘરના દક્ષિણમાં “हलूं बलजाद” કહીને ફેંકી દો. માનવામાં આવે છે કે આવું કરવાથી ચાર દિવસોમાં જ બંને વચ્ચે ચાલી રહેલા મતભેદ સમાપ્ત થઇ જાય છે.

4.પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓથી છુંકટકારો મેળવવા માટે હોળીના દિવસે 11 ગોમતી ચક્રને પૂજાના સ્થાનમાં રાખીને “ॐ श्री नम:।“ મંત્ર નો 108 વાર જાપ કરો. અમુક જ દિવસોમાં તમને તમારા જીવનમાં ચમત્કાર જોવા મળશે જેનાથી તમારી દરેક સમસ્યાઓ સમાપ્ત થઇ જાશે.

Niraj Patel