Kinnars Blessing : એવું કહેવાય છે કે જો કિન્નર સારા મનથી આશીર્વાદ આપે તો જીવનના તમામ કષ્ટો દૂર થઈ જાય છે અને વ્યક્તિ સફળતા તરફ આગળ વધવા લાગે છે. બીજી તરફ જો કોઈ કિન્નર દુઃખી મનથી શાપ આપે તો વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે, અથવા તો તેની સામે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. કિન્નર સમાજ સાથે જોડાયેલા આવા ઘણા રહસ્યો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. કિન્નર દરેકને આશીર્વાદ આપે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
પણ જો તે આશીર્વાદ તરીકે કોઈને એક રૂપિયાનો સિક્કો આપે તો તે વ્યક્તિની પ્રગતિ નિશ્ચિત છે. જો કે તે આ વાતથી સારી રીતે વાકેફ છે, તેથી ખૂબ જ ભાગ્યે જ કોઇને 1 રૂપિયાનો સિક્કો આશીર્વાદ તરીકે આપે છે. સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે અને વિશેષ પ્રસંગોએ આ દાનનું મહત્વ વધુ વધી જાય છે. એટલું જ નહીં સનાતન ધર્મમાં કિન્નરોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વૈદિક જ્યોતિષ અનુસાર કિન્નરોને દાન કરવાથી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત થાય છે અને ગણેશજી પ્રસન્ન થાય છે. પરંતુ તેમને દાન આપવાના નિયમો અનુસાર કેટલીક વસ્તુઓનું દાન કરવું પ્રતિબંધિત છે. વાસ્તવમાં તેમને પ્લાસ્ટિકની વસ્તુઓ, જૂના કપડાં, તેલ અને સાવરણીનું દાન ન કરવું જોઈએ. કિન્નરોને અનાજ, કપડા કે પૈસાનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને જ્યારે પણ તમે તેમને કંઈક દાન કરો છો તો બદલામાં તેમની પાસેથી એક સિક્કો લો.
જ્યોતિષીય ઉપાયો અનુસાર, જો તમે કિન્નર દ્વારા પરત કરવામાં આવેલ સિક્કાને તિજોરીમાં રાખો છો, તો તમારું આર્થિક જીવન સમૃદ્ધ રહે છે. કહેવાય છે કે આશીર્વાદ લેતી વખતે તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો પણ માંગી અને તે ખુશી ખુશી આપી દે તો તે શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, કિન્નરોનો સંબંધ બુધ ગ્રહ સાથે માનવામાં આવે છે.
એટલા માટે તેમની પાસે ખાસ કરીને બુધવારે સિક્કો માંગવો જોઈએ. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને કિસ્મત પણ ચમકે છે. જો કોઈ કિન્નર તમને સિક્કો આપે તો તમારે તેને લીલા કપડામાં લપેટીને પર્સમાં રાખવો, આમ કરવાથી મહાલક્ષ્મી અને કુબેર દેવની કૃપા હંમેશા વરસતી રહે છે.