ગુજરાત દિલધડક સ્ટોરી

લાખ લાખ સલામ: ગુજરાતનું એવું ગામ જ્યાં ઘરમાંથી એક વ્યક્તિ છે ઇન્ડિયન આર્મીમાં, સરહદ પર કરે છે દેશની સેવા

વિશ્વમાં એવા ગણતરીના દેશો છે કે જ્યાંનો નિયમ છે કે દરેક યુવાને અમુક વર્ષ માટે પોતાના દેશની સેવા કાજે મિલિટરી સર્વિસમાં જોડાવું જ પડે છે, પરંતુ આપણા દેશમાં એવો કોઈ નિયમ નથી. તેમ છતાં ભારત દેશના ગુજરાત રાજ્યનું એક એવું ગામ છે કે જે ગામના દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા કરી રહ્યો છે.

વાત કરી રહયા છીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા મોટા ગામની. આ ગામના પરિવારોએ અત્યાર સુધીમાં દેશની સેવામાં અર્પણ કર્યા છે અને હજુ પણ આ પ્રથા ચાલુ જ છે. લગભગ 6000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાંથી અત્યાર સુધીમાં 300 જેટલા યુવાનો આર્મીમાં જોડાયા છે અને 100 જેટલા યુવાનો પોલીસમાં જોડાઈને દેશની સેવા કરી રહ્યા છે.

Image Source

આ ગામની માટીમાં જ એવી કસબ છે કે અહીંના દરેક બાળકોમાં દેશ ભક્તિ કૂટીકૂટીને ભરેલી છે. આ ગામમાં બાળક પેદા થાય ત્યારથી જ તેનો પરિવાર તેને દેશની સેવા માટે મોકલવાની તૈયારી કરતો હોય છે. તેથી જ આ ગામના બાળકો બાળપણથી જ મોટા થઈને દેશની સેવા કરવાના સપના જોતા હોય છે.

આ ગામનાં લોકોમાં આવી અનોખી દેશદાઝ કેવી રીતે ઉત્પન્ન થઈ –

સૌથી પહેલા આ ગામના બે યુવાનો હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ પરમાર વર્ષ 1976માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા. ત્યારબાદ આ ગામના લોકોમાં દેશદાઝ ઉભરાવા લાગી અને પછી એક પછી એક યુવાનો અલગ-અલગ લશ્કરમાં જોડાવવા માંડ્યાં હતાં.

Image Source

વર્ષ 1990માં ભૂપતસિંહ કારગિલ ખાતે સફેદ નાલનાં ટાઇગર હિલ યુદ્ધમાં પોતાનાં સાથી સૈનિકોને સાથે રાખીને દુશ્મનો પર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી. જેથી સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં. આ પછી આ ગામના યુવાનોમાં સૈન્યમાં જોડાવવાની દેશદાઝ ઉત્પન્ન થઈ.

હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ પરમારે પણ નિવૃત્તિ બાદ ગામમાં આવીને યુવાનોને આર્મીમાં જોડાવા માટે માર્ગદર્શન આપવાની સાથે જ શારીરિક તાલીમ આપવાની શરુ કરી. ત્યારબાદ આ ગામમાંથી એક પછી એક યુવાનોભારતીય સૈન્યમાં જોડાઈને મોટા ગામનું નામ રોશન કરી રહ્યા છે. એટલું જ નહિ, અત્યારે પણ કોલેજમા ભણતા-શાળામાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓનું સપનું છે કે તેઓ ભારતીય સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરે.

Image Source

ઉપરાંત મોટા ગામના લોકોમાં બીજી પણ એક શ્રદ્ધા છે. અહીં વર્ષો જૂનું સૂરજદેવીનું મંદિર આવેલું છે. આ ગામનો કોઈ પણ જવાન દેશ સેવા માટે સરહદ પર રવાના થતા પહેલા આ માતાજીના મંદિરે દર્શન કરે છે. ગામના લોકોને આ દેવી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે આર્મીમાં જતા પહેલા જવાનો જરૂરથી આ માતાજીના દર્શને આવે છે. જેથી સરહદ પર જયારે તેઓ દેશની રક્ષા કરી રહયા હોય ત્યારે માતાજી તેમની રક્ષા કરે છે.

મોટા ગામમાં શહીદ બહાદુરસિંહ વાઘેલા નામની સરકારી શાળા પણ છે જ્યાં ગરીબ બાળકો પોતાનું ભણતર પૂરું કરીને દેશની રક્ષા કરવા માટે તૈયાર થાય છે.

 

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks