ખબર

ગુજરાતમાં ઓમિક્રોનનો કહેર વધ્યો, ગામડા સુધી પહોંચ્યો વાયરસ, આ જગ્યાએ આવ્યો 5મોં કેસ સામે

ઓમિક્રોનના ખતરાના કારણે ભારત સાથે આખી દુનિયા ચિંતામાં છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનનો ખતરો વધતો જઈ રહ્યો છે. ત્યારે હાલ આવેલી ખબર પ્રમાણે ગુજરાતમાં વધુ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. ગુજરાતના વિજાપુર ખાતેની એક મહિલાનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતા સાસુ વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ તંત્ર દોડતું થયું હતું. ત્યારે આ બન્નેમાંથી વહુનો કેસ ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે.

આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તે ઝિમ્બાબ્વેથી આવેલી એક મહિલાના સંપર્કમાં આવી હતી. કોન્ટેકટ ટ્રેસિંગ કરતા ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિ નેગેટિવ જ્યારે કોન્ટેકટમા આવેલ બહેન પોઝિટિવ આવ્યા છે. ત્યારે આ મહિલાના પરિવારજનો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ મહિલાના પાડોશી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

પિલવાઈ ખાતે રહેતા 43 વર્ષીય મહિલાના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યાં મહિલાનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. મહિલાને હાલ વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યાં છે. જિલ્લા આરોગ તંત્રના જણાવ્યાં પ્રમાણે હાલમાં ઓમિક્રોન કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે.