ખબર

ગુજરાત માટે આવ્યા સૌથી સારા સમાચાર, હવે આ જિલ્લો પણ થયો કોરોના મુક્ત

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ફેલાયેલો છે ત્યારે આપણા દેશના મોટાભાગના રાજ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ગુજરાત પણ આ યાદીમાં બીજા નંબરે છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે ત્યારે ગુજરાત માટે એક સારા સંચાર આવ્યા છે.

Image Source

ભરૂચ જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીઓ આજે સ્વસ્થ થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે જેના બાદ હવે ભરૂચ પણ કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં આ ત્રણેય દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા, જેમાં આજે સ્વસ્થ થઇ જતા પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ 27 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી બે દર્દીઓના મૃત્યુ થયા હતા, જયારે બાકીના 25 દર્દીઓએ કોરોનાને માત આપી અને સાજા થઇ પોતાના ઘરે પરત ફર્યા છે. હવે ભરૂચ જિલ્લામાં કોઈપણ પોઝિટિવ વ્યક્તિ સારવાર હેઠળ નથી.

Image Source

ગુજરાતમાં અમેરલી જિલ્લો કોરોના મુક્ત છે ત્યારે આ બીજા મહત્વના સંચાર ગુજરાત માટે આશ સ્પ્દ છે. ગુજરાતના કુલ 7 જિલ્લાઓ હાલ કોરોના મુક્ત થઇ ગયા છે અને હજુ થોડા સમયમાં જ બીજા 10 જિલ્લાઓ પણ કોરોના મુક્ત બને તેવી સંભાવના છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.