રાજ્યમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત ! પાટણમાં પ્રજાપતિ સમાજના અગ્રણીનું બાથરૂમમાં ન્હાવા જતા સમયે મોત

કરૂણાંતિકા:બાથરૂમમાં ન્હાવા જતાં હાર્ટએટેકથી પ્રજાપતિ સમાજના અગ્રણીનું મોત

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે. છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો યથાવત છે, ત્યારે હાલમાં પાટણના ખોખરવાડામાંથી હાર્ટ એટેકથી મોચનો મામલો સામે આવ્યો છે. 41 વર્ષીય રાજુ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા મોત થયુ હતુ.

પાટણના ખોખરવાડામાં આવેલ રામની શેરીમાં રહેતા 41 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિ રોજની જેમ વહેલા ઉઠી બાથરૂમમાં ન્હાવા જતા હતા અને આ દરમિયાન જ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમનું મોત નીપજ્યું હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. જો કે, તેમના મોત બાદથી પરિવાર સહિત સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

File Pic

હજુ તો ગઇકાલે જ રાજકોટમાં એક 33 વર્ષિય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ હતુ. ગુજરાતમાં આધેડ અને વૃદ્ધની સાથે સાથે નાની ઉંમરમાં લોકોમાં પણ હાર્ટ એટેકથી મોતની ઘટના બની રહી છે. ત્યારે હાલમાં પાટણમાં સોમવારે વહેલી સવારે પ્રજાપતિ સમાજના વિવિધ સેવાકીય સંસ્થાના હોદ્દેદાર અને અગ્રણી સવારે ન્હાવા જતા હતા તે દરમિયાન બાથરૂમની અંદર જ અચાનક હાર્ટઅટેક આવતા તેમનું મોત થયું હતું.

Shah Jina