ફિલ્મી દુનિયા

જ્યારે અંકિતાને દુલ્હનની જેમ સજાવીને સુશાંતે કહ્યું હતું “આજે તો લગ્ન કરીને જ રહીશ”, જુઓ વાયરલ થયેલો વિડીયો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને એક મહિના કરતા પણ વધુ સમય વીતી ગયો છે છતાં તેના ચાહકોને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે સુશાંત આ દુનિયામાં હવે નથી રહ્યો, આ દરમિયાન સુશાંત સાથે જોડાયેલી ઘણી યાદો રૂપી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં લગ્નના જોડામાં તૈયાર થયેલી તેની પૂર્વ પ્રેમિકા અંકિતા સાથે લગ્ન કરવાની વાત સુશાંત કરી રહ્યો છે.

Image Source

જે વિડીયો સામે આવ્યો છે તેમાં સુશાંત અને અંકિતાના “એક મિનિટના લગ્ન” દેખાઈ રહ્યા છે. આ વીડિયોની અંદર કૃષ્ણા અને અભિષેક સાથે સ્ટેજ ઉપર સુશાંત અને અંકિતા પણ નજર આવે છે. આ વિડીયો ધારાવાહિક “પવિત્ર રિશ્તા”ના પ્રમોશન દરમિયાનનો છે.

Image Source

આ વીડિયોની અંદર કૃષ્ણા અભિષેક સુશાંતને અને અંકિતાને કહે છે કે તેની પાસે ફક્ત એક મિનિટનો સમય છે અને આ એક મિનિટની અંદર બંનેએ એકબીજાને લગ્નના જોડા પહેરાવવાના છે. કૃષ્ણા અને અભિષેક જયારે ટાઇમર સેટ કરે છે કે તરત જ સુશાંત અને અંકિતા એકબીજાને લગ્નના જોડા પહેરાવવાનું શરૂ કરી દે છે.

Image Source

સુશાંત ઉતાવળો બનીને પોતાના કપડાં ઉતારે છે અને અંકિતા તેને વરરાજાના કપડાં પહેરાવે છે. આના ઉપર સુશાંત એમ પણ કહે છે કે: “આજે તો હું લગ્ન કરીને જ રહીશ.”

Image Source

સુશાંત અંકિતાને થોડી જ સેકેન્ડમાં સાડી અને બંગળીઓ સાથે ગળાનો હાર પણ પહેરાવી દે છે અને એક મિનિટ પહેલા જ બંને દુલ્હા-દુલહન બનીને સામે આવી જાય છે. આ ટાસ્કને સમય કરતા પણ વહેલો પૂર્ણ કરવા ઉપર કૃષ્ણા અને અભિષેક તેમની પ્રસંશા પણ કરે છે અને બધા તેમનાથી પ્રભાવિત પણ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by TellyBite (@telly.bite) on

ચાહકોને સુશાંત અને અંકિતાની જોડી ખુબ જ પસંદ આવી હતી, આ બંને 6 વર્ષ સુધી એક બીજા સાથે રિલેશનમાં પણ રહ્યા હતા અને ડિસેમ્બર 2016માં બંને લગ્ન પણ કરવાના હતા, પરંતુ અચાનક બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું, જેનું કારણ આજસુધી સામે નથી આવ્યું, પરંતુ હાલમાં વાયરલ થઇ રહેલો આ વિડીયો સુશાંતના ચાહકોને ભાવુક કરી જાય છે !!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.