અરે બાપ રે…..સોનાના બિસ્કિટ ઓગાળીને આ રીતે તૈયાર કરી એક કિલોની ચેઈન, વીડિયો જોઈને આંખો પહોળી થઇ જશે

આ ભાઈએ ગણતરીની મિનિટમાં સોનાના બિસ્કિટ ઓગાળી અને બનાવી નાખી એક કિલો સોનાની ચેઇન, આવો અદભુત વીડિયો આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય

સોનુ પહેરવું તો કોને ના ગમે ? પરંતુ ઘણા લોકોનો સોનાનો ભાવ સાંભળીને જ લોકોના હાજા ગગડી જાય. ત્યારે સોનાના આભૂષણો બનાવવાની પ્રક્રિયા પણ ખુબ જ રસપ્રદ હોય છે. સોશિયલ મીડિયા ઉપર હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સોનાના બિસ્કિટને ઓગાળીને ગોલ્ડ ચેઈન તૈયાર કરવામાં આવી છે.

વાયરલ વીડિયોની અંદર જણાવ્યા પ્રમાણે જે ચેઇન તૈયાર કરવામાં આવી રહી છે તે એક કિલોગ્રામ વજનની છે. આ ચેઇનને પારંપરિક રીતથી અલગ રીતે બનાવવામાં આવી રહી છે. આ ચેઇન બનાવવાની પ્રક્રિયા જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા. વીડિયોની અંદર સૌથી પહેલા એક વ્યક્તિ સોનાના બિસ્કિટ અને સોનાના દાણાનું વજન કરતો જોવા મળી રહ્યો છે.

જેના બાદ આગળ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્ત અન્ય ધાતુઓ સાથે મળીને તેને ઓગાળી નાખે છે. તેના બાદ એક ઢાંચામાં નાખીને લાકડી જેવું બનાવે છે અને પછી આ સોનાની લાકડીને આકાર આપવાનું શરૂ કરી દે છે. જોત જોતામાં આ લાકડી સોનાની રિંગમાં ફેરવાઈ જાય છે.

ત્યારબાદ તેની સાફ સફાઈ કરવામાં આવે છે અને પોલીસ કર્યા બાદ એક ચમચમાતી સોનાની ચેઇન બનીને તૈયાર થઇ જાય છે. જો કે આ બધું એટલું સરળ નથી હોતું. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એકદમ અલગ રીતે સોનાની ચેઇન બનાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel