બે વર્ષથી પેટના દુઃખાવાથી હેરાન થઇ રહ્યો હતો આ વ્યક્તિ, ડોક્ટરને બતાવતા પેટમાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટરની પણ આંખો પહોળી થઇ ગઈ

આ વ્યક્તિના પેટમાંથી જે નીકળ્યું તે જોઈને ડોકટરો પણ રહી ગયા હેરાન, બે વર્ષથી પેટની અંદર છુપાઈને બેઠું હતું !!

ઘણીવાર પેટમાં લાગતો સામાન્ય દુઃખાવો પણ મુસીબતનું કારણ બનતો હોય છે. ઘણા લોકો પેટમાં દુઃખાવાને સામાન્ય એસીડીટી કે ગેસ માની લેતા હોય છે, પરંતુ જયારે તે ડોક્ટર પાસે પહોંચે છે અને તપાસ કરાવે છે ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવે છે. ઘણા કિસ્સાઓમાં તમે જોયું હશે કે પથરીના દુઃખાવા જ સામે આવતા હોય છે, પરંતુ હાલ એક કિસ્સો સામે આવ્યો છે તે જોઈને ડોકટરો પણ હેરાન રહી ગયા છે.

આ કિસ્સો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના સતના જિલ્લામાંથી. જ્યાં રહેવા વાળા એક વ્યક્તિના પેટમાં છેલ્લા 2 વર્ષથી દુઃખાવો હતો. જેના કારણે તે હેરાન પણ થઇ રહ્યો હતો. પરંતુ જયારે તે ડોક્ટરને બતાવવા માટે ગયો અને ડોક્ટરોએ તેની તપાસ કરી તો હેરાન કરી દેનારી બાબત સામે આવી હતી.

તે વ્યક્તિના પેટમાંથી સાપ જેવા આકારનો દોઢ ફૂટ લાંબો કીડો નીકળ્યો હતો. આ જોઈને જ લોકો ગભરાઈ ગયા. ડોક્ટરોને પણ સમજમાં નહોતું આવી રહ્યું કે આ કયો કીડો છે ? આ મામલાની અંદર રિવા મેડિકલ કોલેજના ડીનનું કેહવું છે કે આ રાઉન્ડ વર્મ હોઈ શકે છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર 30 જૂન બુધવારના રોજ સવારે લગભગ 11 વાગે પન્નાના ભઠિયા ગામના રહેવાસી શાન મોહમ્મદ ડોક્ટર એસ એન સિંહ પાસે આવ્યો હતો. જેને છેલ્લા બે વર્ષથી પેટમાં દુઃખાવો હતો. તેને રોજ દુઃખાવો થતો અને ભૂખ નહોતી લાગતી અને કમજોરી પણ રહેતી હતી. ડૉ. પાલે તેને કીડા મારવાની દવા આપી. દવાની અસર થવાની સાથે તેના પેટમાંથી સાપના આકારનો લગભગ દોઢ ફૂટ લાંબો કીડો જીવિત અવસ્થામાં બહાર નીકળ્યો.

હવે આ બાબતે રિવા શ્યામ શાહ મેડિકલ કોલેજના ડીન ડૉ. મનોજ ઇન્દુલકરનું કેવું છે કે આ રાઉન્ડ વર્મ એટલે કે ગોળ કૃમિ હોઈ શકે છે. જે કરચલા જેવો દેખાય છે. પેટમાંથી આ રીતે કીડો નીકળવો કોઈ નવી વાત નથી.

(પ્રતીકાત્મક તસવીર)

પેટમાં મળી આવનારો આ કીડો અલગ અલગ પ્રકારનો હોય છે. સામાન્ય રીતે તેને બે ભાગમાં વહેંચી શકાય છે, પહેલાની ગોળ કૃમિ એટલે કે રાઉન્ડ વર્મ કહેવામાં આવે છે અને બીજાને ફિતા કૃમિ એટલે કે ટેપ વર્મ કહેવામાં આવે છે. આ બંને મનુષ્યના શરીરમાં અસર કરે છે. સમય ઉપર સારવાર લેવામાં આવે તો આ કીડાને ખતમ કરી શકાય છે.

(પ્રતીકાત્મક તસવીર)

સામાન્ય રીતે આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે, પેટની અંદરથી એવી એવી વસ્તીઓ નીકળે છે જેને જોઈને લોકો પણ હેરાન થઇ જાય છે, વળી આજે સોશિયલ મીડિયાનો સમય હોવાના કારણે આવી ઘટનાઓની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે ધ્ય પ્રદેશના સતના જિલ્લામાંથી. જ્યાં રહેવા વાળા આ વ્યક્તિના પેટમાંથી જે કીડો નીકળ્યો તે ઘટનાએ પણ સૌને હેરાન કરી મુક્યા હતા, ઈન્ટનેટ ઉપર પણ આ ઘટનાની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઇ ગયા હતા. તેના પેટમાંથી જે કીડો નીકળ્યો તેને જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

Niraj Patel