ફિલ્મી દુનિયા

જબરદસ્તી નેહા કક્કડને પકડીને KISS કરવામાં આવી ત્યાર બાદ નેહાએ કર્યું કંઈક આવું, વિડિઓ થયો વાયરલ

‘ઇન્ડિયન આઇડલ સીઝન 11’ શરુ થવા જઈ રહ્યું છે. આ શો માં નેહા કક્ક્ડ, વિશાલ દદલાની અને અનુ મલિક જજ કરી રહ્યા છે. જયારે એ શો ને આદિત્ય નારાયણ હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ દિવસોમાં ત્રણેય જજ કન્ટેસ્ટન્ટના ઓડિશન લઇ રહ્યા છે.

image source

એવામાં એક વિડિઓ સામે આવ્યો હતો.જે ખુબ ઝડપી વાયરલ થઇ ગયો હતો. આ વિડીઓમાં એક કન્ટેસ્ટન્ટ ઘણા બધા ગિફ્ટ્સ લઇને સ્ટેજ પર પહોંચ્યો હતો. એક પછી એક બધા ગિફ્ટ્સ એ નેહા કક્કડને આપી રહ્યો હતો.ગિફ્ટ્સ જોઈને નેહા ખુશ થઇ ગઈ અને તેને તે કન્ટેસ્ટનને હગ કરી કરી લીધું હતું.

અને ત્યારે જ એ કન્ટેસ્ટન નેહાને ગાલ પર કિસ કરી લે છે. શો ના હોસ્ટ આદિત્ય નારાયણે તેને રોકવાની પણ કોશિશ કરી હતી. એ બાદ નેહાએ તુરંત તેનો ચહેરો હટાવી લીધો હતો અને સાથે જ ત્યાંથી દૂર જતી રહી હતી.એ જોઈ ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ ચોંકી ગઈ હતી.

image source

નેહાને જબરદસ્તીથી કિસ કરવાનો આ વિડિઓ સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આ ઘટના બાદ જજ વિશાલ અને અનુ મલિકનું શું રિએક્શન હશે આ જોવા વાળી વાત છે.

તમને જણાવી દઈએ કે ઓડિશન દરમિયાન નેહા એક કન્ટેસ્ટનને ગાતા જોઈ અને ખુબ રડી હતી. એ કન્ટેસ્ટનને જોઈ નેહાએ તેને પૂછ્યું હતું કે’ તારા ચહેરા પર આવ નિશાન શેના છે? કોઈ એક્સિડન્ટ થયું હતું?’ ત્યારે તેના પર વીતેલ વાતો સંભળાવતા એ કન્ટેસ્ટનએ કહ્યું હતું કે, ‘ મારુ મોઢું બળી ગયું હતું.આ આગ મેં જ મને લગાવી હતી.હું જોઈ નથી શકતો. આ બધી વાતથી કંટાળી મેં મને જ આગ લગાવી હતી.’

શો ના ઓડિશનમાં એ કન્ટેસ્ટનએ ‘તું ના જાને આસ-પાસ હૈ ખુદા’ ગીત ગાયું હતું. આ વાઇરલ વિડીઓમાં બીજા ઘણા કન્ટેસ્ટન પરફોર્મન્સ આપતા નજરે ચઢે છે. એક કન્ટેસ્ટન એ જણાવ્યું કે તે પોતાનું સપનું પૂરું કરવા ઘરથી ભાગી ગયો હતો. તેને આજ સુધી તેના માતાપિતાને જણાવ્યું નથી કે તે શું કામ કરે છે.

નીચે જુઓ વિડીયો:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.