મનોરંજન

જલસામાં જશ્ન, અમિતાભને શુભેચ્છા આપવા ઘરની બહાર ચાહકોએ આ રીતે સેલિબ્રેશન કર્યું- જુઓ મસ્ત તસ્વીરો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગઈ કાલે 77 વર્ષના થઇ ગયા. સામાન્ય દિવસોમાં અમિતાભના ઘરની નીચે તેની એક ઝલક જોવા માટે ઘણી ભીડ રહેતી હોય છે. પરંતુ કાલે તેના જન્મદિવસના અવસર પર હજારોની સંખ્યામાં તેના ફેન્સ અભિતાભની એક ઝલક જોવા માટે તેના ઘરની નીચે ઉભા હતા.

તેના પરિવાર સાથે જન્મદિવસ મનાવી રહ્યા બિગ બી ‘જલસા’ની બહાર આવી અને તેના ફેન્સનું અભિવાદન કર્યું હતું. અમિતાભ બચ્ચનના ઘણા ફેન્સ તેને મળવા આવ્યા હતા. તેમાંથી અમિતાભ જેવા જ દેખાતા તેના કચ્છ અને દિલ્લીના ફેન માટે બિગ બી નો જન્મ દિવસ એટલે દર વર્ષે એ દિવસની મુંબઈયાત્રા.

image source

બિગ બી નો એક ફેન અમિતાભનો મોટો ફોટો સાથે લાવી અને તેને શુભેચ્છા આપવા પહોંચ્યો હતો. ત્યાં જ બીજો ફેન બિગ બી જેવો જ લુક બનાવી ત્યાં પહોંચ્યો હતો.

અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર દેશ-વિદેશમાં રહેતા દરેક ફેન્સે તેમને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. અમિતાભે પહેલા જ દરેકને અનુરોધ કર્યું હતું કે તે તેના જન્મદિવસ પર કોઈ ધૂમ-ધડાકા નથી ઇચ્છતા. અમિતાભને તેના જન્મદિવસ પર તેને ફેમિલી સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

Our follower Shagun Jain all mushy and emotional after meeting #amitabhbachchan @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


અમિતાભને તેનો જન્મદિવસ સાદી રીતે મનાવવો પસંદ છે. તે એક સાદા વ્હાઇટ કુર્તામાં નજર આવ્યા હતા.
સાથે જ જયા બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચને પણ સાદા કપડાં પહેર્યા હતા.

Image Source

અમિતાભના જન્મદિવસમાં તેની દીકરી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી.અભિષેક કંઈક નવા લુકમાં નજર આવ્યો હતો. અભિષેકની મૂછોએ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

image source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.