ખબર

BREAKING : આખરે ગુજરાતમાં થઇ જ ગઇ ઓમિક્રોનની એન્ટ્રી ! ચેતી જજો હવે…અહીં કેસ નોંધાતા તંત્ર થયુ દોડતુ, મચી ગયો હાહાકાર

છેલ્લા કેટલાક દિવસથી તમને સમાચારોમાં ઓમિક્રોન નામનો શબ્દ ઘણો સાંભળવા મળતો હશે. કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે, જે ખૂબ જ ખતરનાક છે અને તે ઓમિક્રોન છે. ભારતમાં સૌથી પહેલા ઓમિક્રોનની એન્ટ્રી કર્ણાટકમા થઇ હતી. કર્ણાટકમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા અને હાલ ગુજરાતમાંથી ઓમિક્રોનની ખબર આવી રહી છે. ગુજરાતીઓ માટે ઘણી ચિંતાની વાત છે કે હવે ઓમિક્રોનની એન્ટ્રી ગુજરાતમાં થઇ ગઇ છે.

ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલ 72 વર્ષના વ્યક્તિનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો અને ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ લાગતા પુણેમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ મોકલવામાં આવ્યુ હતુ જયાં આ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને કોરોના પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના વાયરસના ખતરનાક માનવામાં આવતા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા જામનગરના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વિશ્વમાં લગભગ 29 કરતા પણ વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાઈ ગયો છે. હવે ભારત બાદ ગુજરાતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે.

પ્રતિકાત્મક તસવીર

2 ડિસેમ્બરના રોજ જામનગરમાં વધુ એક પોઝિટીવ દર્દી નોંધાયો હતો. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાના નવા વેરિયન્ટની ભારત બાદ ગુજરાતમાં એન્ટ્રી થઇ ચૂકી છે.