“OMG 2″ના ટીઝરનો આ સીન જોઈને ભડક્યા યુઝર્સ, સેન્સર બોર્ડે પણ લગાવી દીધી રોક, શું 11 ઓગસ્ટના રોજ હવે રિલીઝ નહિ થાય ફિલ્મ ?, જુઓ સમગ્ર મામલો

“આદિપુરુષ” ફિલ્મ બાદ આવનરી ફિલ્મ “OMG 2” પણ સપડાઈ વિવાદોમાં, સેન્સર બોર્ડે ના આપ્યું રિલીઝ માટેનું સર્ટિફિકેટ, જાણો સમગ્ર મામલો

OMG 2 Banned By Censor Board: છેલ્લા ઘણા સમયથી બૉલીવુડની ફિલ્મો રિલીઝ થતા પહેલા જ ચર્ચામાં આવી જાય છે અને ફિલ્મનું ટીઝર કે ટ્રેલર આવતા જ વિવાદોમાં પણ આવી જતું હોય છે. હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “આદિપુરુષ”ને લઈને પણ એવો જ વિરોધ જોવા મળ્યો હતો અને દર્શકોને ફિલ્મ પર પણ રોક લગાવવાની માંગ કરી હતી. ત્યારે હવે થોડા સમયમાં જ એક અક્ષય કુમારની ફિલ્મ “OMG 2” પણ આવી રહી છે અને તેનું ટીઝર પણ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું.

પહેલો ભાગ સુપરહિટ રહ્યો :

ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળી રહ્યો છે. લાંબી જટાઓ, કપાળ પર રાખ સાથેનો તેનો દેખાવ ઘણા દર્શકોને પસંદ આવ્યો છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીના અભિનયથી શણગારેલી આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થવાની હતી. છેલ્લા ભાગમાં અક્ષય કુમાર અને પરેશ રાવલની જોડીને  દર્શકોએ ખૂબ વખાણી. જોકે કેટલાક લોકોએ પહેલા ભાગ પર પણ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

ટ્રેનના પાણીથી રુદ્રાભિષેક પસંદ ના આવ્યો :

ત્યાર હવે ફિલ્મ ‘OMG 2’ સેન્સર બોર્ડની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર સેન્સર બોર્ડે ફિલ્મના સ્ક્રીનિંગ બાદ તેની સામે વાંધો ઉઠાવ્યો છે. આમાં એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન શિવને ટ્રેનના જળથી અભિષેક કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ આ સીનને લઈને ગુસ્સે છે. આ દરમિયાન સેન્સર બોર્ડે ફિલ્મની રિલીઝ માટે સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. હાલમાં આ ફિલ્મ રિવિઝન કમિટીને રીવ્યુ માટે મોકલી દેવામાં આવી છે.

ધાર્મિક ભાવનાઓ  આહટ થવાનો આરોપ :

તાજેતરમાં જ ફિલ્મના મેકર્સે ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર, ભગવાન શંકર અને પંકજ ત્રિપાઠી એક પરમ શિવ ભક્તની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનું ટીઝર જોઈને સ્પષ્ટ થાય છે કે પાછલા ભાગની જેમ આ વખતે પણ ભગવાન અને માણસના સંબંધની આસપાસ એક રસપ્રદ વાર્તા બનાવવામાં આવી છે. જેને જોઈને કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યા હતા તો કેટલાક લોકોએ શિવના અભિષેકના દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો હતો. લોકોનું કહેવું છે કે આ દ્રશ્યથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

શું 11 ઓગસ્ટ રિલીઝ થશે ફિલ્મ ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFC એ ‘OMG 2’ને પ્રમાણિત કરવાનો કથિત ઇનકાર કરી દીધો છે. દરમિયાન, ‘આજ તક’ના એક અહેવાલ મુજબ, ‘CBFC વિવાદાસ્પદ સંવાદોને કારણે ‘આદિપુરુષ’ને મળેલા પ્રતિસાદ પછી ખૂબ જ સાવધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ રિવિઝન કમિટીને મોકલવામાં આવી છે. ‘આદિપુરુષ’ દરમિયાન જે રીતે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી, તેનું પુનરાવર્તન OMG 2 સાથે ન થવું જોઈએ.

Niraj Patel
error: Unable To Copy Protected Content!