આ ભાઈએ સોડા અને ઓરીયો બિસ્કિટ નાખીને બનાવી એવી આમલેટ કે જોનારા પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણા બધા ફૂડ બ્લોગર દ્વારા ખાણીપીણીને લગતા અઢળક વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં અવનવી વાનગીઓ પણ જોવા મળતી હોય છે. ઘણીવાર લોકો ખાવાની વસ્તુ સાથે એવા અખ્તર કરતા હોય છે જેને જોઈને ફૂડ લવર્સનું મન પણ બગડી જતું હોય છે. હાલ એવો જ એક આમલેટ બનાવવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિએ ‘જીરા સોડા’ અને ચોકલેટ-ક્રીમ ઓરિયો બિસ્કિટ મિક્સ કરીને આમલેટ બનાવ્યું હતું. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં, આ વીડિયોએ ઈંડાને પસંદ કરતા લોકોનું મન બગાડ્યું છે. ઇંડા પ્રેમીઓ આ વીડિયોને જોઈને અસ્વસ્થ થઇ શકે છે. જીરાના સોડા અને બિસ્કિટમાંથી બનેલી આમલેટ જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ વીડિયોમાં સ્ટ્રીટ ફૂડ વિક્રેતા સોડા અને ક્રશ ક્રીમ બિસ્કિટને એક મોટી તપેલીમાં મૂકે છે. આ પછી, તે ઈંડાને પણ ગ્લાસમાં નાખે છે. જેના બાદ તે તેને થોડીવાર માટે પકાવવા માટે છોડી દે છે. વિક્રેતા બ્રેડના 5થી 4 ટુકડા કરે છે અને પછી તેને તપેલીમાં નાખે છે અને તેને ઈંડા સાથે મિક્સ કરે છે. વીડિયોના અંતે વિક્રેતાએ થાળીની ઉપર લીંબુનો રસ અને ક્રશ બિસ્કીટ સાથે સમારેલી ડુંગળી, મરચાં અને કોથમીર મિક્સ કરે છે.

આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનું મન બગડી ગયું. લોકોની દિમાગ પણ ચકરાવે ચઢી ગયું. ઘણા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યું કે આ સ્ટ્રીટ વેન્ડરની ડીશ ડસ્ટબીનમાં ફેંકી દેવી જોઈએ. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel