નકલી એબ્સ બતાવીને દર્શકોને એટલે કે તમને મૂર્ખ બનાવ્યા, જુઓ
બોલીવુડના સ્ટાર્સ જીમમાં તનતોડ મહેનત કરીને પરસેવો પાડે છે. જિમ જવાથી શરીરમાં અનેક જાતના ફાયદા થાય છે. આપણે ઘણીવાર મોટા પડદા પર જોઈએ છીએ કે એક્ટર તેના ભરાવદાર શરીર લોકોને બતાવતા હોય છે. તો ઘણી વાર ફિલ્મોમાં એક્ટરનો લુક ઘણો સુંદર અને યુવાન જોવા મળે છે. યુવાન અને સુંદર દેખાવવા માટે એક્ટર નિતનવા પ્રયોગ કરતા હોય છે.
શરીરને યંગ અને સુંદર દેખાડવા માટે એક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલોજીનું નામ છે CGI આજે બધા ફિલ્મના એક્ટર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ઘણા બોલીવુડના સ્ટાર્સ વીએફએક્સની નવીનતામાં રચ્યા-પચ્યા રહે છે. અક્ષય કુમાર, શાહરુખ ખાન, આમીરખાન CGIનો ઉપયોગ કરીને જુદી-જુદી ફિલ્મમાં અલગ-અલગ રોલ કર્યા છે.
ગોવિંદા
‘હેપ્પી એન્ડિંગ’ ફિલ્મમાં થોડા સીન માટે ગોવિંદાનો લુક બદલાવવા માટે CGI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોવિંદાને આ માટે સ્પેશિયલ ઇફેક્ટ આપવામાં આવી હતી.
અક્ષય કુમાર
બોલીવુડનો સૌથી ફિટ અભિનેતા હોય તો તે છે અક્ષય કુમાર. અક્ષય કુમારનો ફિલ્મ ‘બોસ’માં લુક CGI ટેક્નોલોજીને આભારી છે.
સલમાન ખાન
એક રિપોર્ટ પ્રમાણે સલમાન ખાને દબંગ-3માં જુદા-જુદા સ્પેશિયલ વિઝયુલાઈઝેશનના કારણે વધુ યુવાન જોવા મળશે. સલમાન ખાને તેના પહેલાની 2 ફિલ્મોમાં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.
શાહરુખ ખાન
ફિલ્મ હેપી ન્યુ યરમાં શાહરુખ ખાનના બોડીને એક્સ્ટ્રા લુક આપવા માટે તેના શરીરમાં CGI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આમિર ખાન
દંગલ ફિલ્મમાં આમિર ખાન વધુ યુવાન લાગી રહ્યો હતો. આ યુવાન દેખાવું CGI વગર શક્ય ન હતું.