બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ભારતીય નાગરિકતા મળ્યા બાદ બીજીવાર મતદાન કરવા પહોંચ્યો હતો, ત્યારે જુહુમાં મતદાન કેન્દ્ર પર વોટ આપવા પહોંચેલ અક્ષયને જોઇ એક વૃદ્ધ વ્યક્તિએ શૌચાલયની સમસ્યા જણાવી. તેમણે કહ્યું- “સર તમે જે ટોયલેટ બનાવ્યું છે તે સડી ગયું છે, તો અમને નવું આપો. હું છેલ્લા 3-4 વર્ષથી જાળવણી કરું છું.” કારણ કે, અક્ષયને ટોયલેટ સાથે છે ખાસ કનેક્શન. ત્યારે અભિનેતાએ BMC સાથે વાત કરવાનું આશ્વાસન આપ્યું હતું.
આજે વહેલી સવારે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર મુંબઈમાં મત આપવા પહોંચ્યો હતો. ત્યારે એક વૃદ્ધે અભિનેતાને રોકીને પોતાની વ્યથા ઠાલવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં વૃદ્ધે ફરિયાદ કરતા કહ્યું કે, તેમના વિસ્તારમાં લગાવવામાં આવેલા બાયો ટોયલેટ ખરાબ થઈ ગયા છે. ત્યારે અક્ષય કુમારે કહ્યું કે, તે BMC સાથે વાત કરશે. અક્ષય અને વૃદ્ધ વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2017માં અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ: એક પ્રેમ કથા રિલીઝ થઈ હતી. વર્ષ 2018માં અક્ષય કુમારે શિવસેના લીડર આદિત્ય ઠાકરે સાથે મળીને જુહુ અને વર્સોવા બીચ પર 10 લાખ રૂપિયાના બાયો ટોયલેટ્સ લગાવડાવ્યા હતા. ત્યારે હવે એ જોવું રહ્યું કે, અક્ષય કુમાર તેના વચનનું પાલન કરી નવું શૌચાલય બનાવે છે કે તેના માટે ટોયલેટ-2 મુવીની રાહ જોવી પડશે ?
View this post on Instagram