80 વર્ષના દાદીને છોકરાએ આપી ફિટનેસ ચેલેન્જ, પછી દાદીએ જે કર્યું તે જોવા લાયક હતું, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થઈ જશે તે કોઈને ખબર નથી. અહીં ઘણા વીડિયો એવા વાયરલ થાય છે જે તમને ખૂબ હસાવશે. સાથે જ અનેક વીડિયો જોઈને લોકોની આંખો ભીની થઈ જાય છે. કેટલાક વીડિયો ચોંકાવનારા હોય છે. આ દિવસોમાં એક વિડિયો દરેક જગ્યાએ છવાયેલો છે. આ વિડીયો એવો છે જે તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય. આ વીડિયો દાદી સાથે સંબંધિત છે.

એવું કહેવાય છે કે જો તમારામાં ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ હોય તો તમે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. તમારી ઉંમર ગમે તેટલી હોય તેનું કોઈ મહત્વ નથી હોતું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે 80 વર્ષના દાદીમા ઘરની છત પર જાય છે.

આ દરમિયાન તેનો પૌત્ર છત પર કસરત કરી રહ્યો હોય છે. દાદીને જોઈને પૌત્ર તેને ફિટનેસ ચેલેન્જ આપે છે. આમ કરવાથી તે ખરાબ રીતે જ ફસાઈ જાય છે. આ પછી દાદીમા જે કરે છે તે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. આ વીડિયો એટલો ચોંકાવનારો છે કે થોડા કલાકોમાં તેને હજારો લોકો જોઈ ચૂક્યા છે.

વીડિયોમાં છોકરો પોતાના શરીરને ફિટ રાખવા માટે છત પર વેઈટ લિફ્ટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન દાદી કોઈ કામ માટે છત પર પહોંચે છે. 80 વર્ષની દાદીને જોઈને છોકરો મજાકમાં તેને ફિટનેસ ચેલેન્જ આપે છે. છોકરાને ખબર હતી નહિ કે તે પોતે જ ફસાઈ જવાનો છે.

આ પછી દાદીએ તરત જ છોકરાની ચેલેન્જ સ્વીકારી લીધી અને બીજી જ સેકન્ડમાં ભારે વજન ઉપાડીને છોકરાને ચોંકાવી દીધો. 80 વર્ષીય દાદીને વેઈટ લિફ્ટિંગ કરતા જોઈને છોકરાના હોશ ઉડી ગયા. આ ચોંકાવનારો વીડિયો punjabi_industry__ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો નેટીઝન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Patel Meet