આ ગુફામાં છૂપાયેલો છે લાખો વર્ષ જૂનો ખજાનો, પરંતુ ત્યાંથી જીવીત પાછુ આવવું અશક્ય છે

આ ગુફા માટે કહેવાય છે, યહા આને વાલે કે પાવ કે નિશાન મિલતે હૈ, જાને વાલે કે નહીં

દુનિયામાં કેટલીક એવી અજીબોગરીબ વસ્તુઓ અથવા ઘટનાઓ છે, જે લોકોમાં હંમેશા માટે ચર્ચાનો વિષય બની જાય છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કેટલાક અનોખા અને કેટલાક અજીબોગરીબ રહસ્યો છુપાયેલા છે, પરંતુ આ રહસ્યો વિશે જાણવું તે દરેક વ્યક્તિ સરળ કામ નથી. આવી જ એક જગ્યા મેક્સિકોમાં છે, જ્યાં એક અનોખું રહસ્ય છુપાયેલું છે. આ સ્થળે વિશાળ કદના ઘણા સ્ફટિકો(ક્રિસ્ટલ)છે. આ ક્રિસ્ટલ કોઈ ખજાનાથી ઓછા નથી, પરંતુ કહેવાય છે કે આ જગ્યાની મુલાકાત લેવી એ મોતને ભેટવા જેવું છે.

મેક્સિકોની આ રહસ્યમય જગ્યા એક ગુફા છે. આ ગુફાનું નામ છે જાયન્ટ ક્રિસ્ટલ કેવ. અહીં એક પહાડની નીચે લગભગ 984 ફૂટ નીચે, ગુફામાં ક્રિસ્ટલના વિશાળ સ્તંભો છે, જે ખૂબ જ કિંમતી છે. ચાલો જાણીએ આ જગ્યા વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો.

વર્ષ 2000માં જ્યારે વૈજ્ઞાનિકોને તેમના વિશે ખબર પડી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ખોદકામ દરમિયાન પર્વતની નીચે અત્યાર સુધી આ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોના મતે આ ક્રિસ્ટલ જીપ્સમથી બનેલા છે જે એક પ્રકારનું ખનિજ છે. તેનો ઉપયોગ કાગળ અને કાપડ ઉદ્યોગોમાં ફિલર તરીકે થાય છે. તેનો ઉપયોગ ઇમારતો બનાવવા માટે સિમેન્ટમાં પણ થાય છે.

આ ક્રિસ્ટલ લાખો વર્ષ જૂના છે : આ ગુફામાં હાજર ક્રિસ્ટલથી બનેલા આ સ્તંભો 5 લાખ વર્ષથી પણ વધુ જૂના છે. એક સાયન્સ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, અત્યારે આ સ્થાનની મુલાકાત લેવી અશક્ય છે, કારણ કે અહીંનું તાપમાન ઘણું વધારે છે. એક સમયે જ્યારે આ જગ્યા મનુષ્યો માટે ખુલ્લી હતી, તે દરમિયાન ઘણા મૃત્યુ થયા હતા.

નિષ્ણાતોના મતે, આ ક્રિસ્ટલની નીચે ખૂબ જ ગરમ મેગ્મા જોવા મળ્યો હતો અને 2 કરોડ વર્ષો પહેલા આ મેગ્મા તિરાડોમાંથી ધીમે ધીમે બહાર આવવાનું શરૂ થયું હતું. આ મેગ્મામાંથી બહાર આવવાથી પર્વતની રચના થઈ છે. આ મેગ્મા દ્વારા સ્ફટિકો પણ રચાયા હતા.

અતિશય તાપમાનને કારણે મૃત્યુ થાય છે : વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે મેગ્મા બહાર આવ્યો ત્યારે ગુફામાં પાણી પણ હતું. આ પાણીમાં એનહાઇડ્રાઇટ ખનિજ હતું. તે જ સમયે, ગુફાનું તાપમાન 58 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. આ તાપમાન પર એનહાઇડ્રાઇટ તેના મૂળ સ્વરૂપમાં રહે છે, પરંતુ જેવુ તાપમાન 58 થી નીચે જવા લાગ્યું કે તેણે ક્રિસ્ટલનું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું હશે. એક તો તાપમાન એટલું વધારે છે અને બીજું, હવામાં ભેજ 100% રહે છે, જેના કારણે લોકો ડિહાઇડ્રેશનથી મૃત્યુ પામે છે.

YC