ગુજરાતના સુરત જિલ્લાના અલથાણમાં રહેનારા બે ભાઈઓ ગૌરાંગ અને હિમાંશુ સુખડીયાએ બેસહાય અને નિરાધાર વૃદ્ધોને ફ્રી માં ભોજન પૂરું પાડવાનો નિર્ણય લીધો હતો. આ બંન્ને ભાઈઓના પિતાની વર્ષ 2008 માં એક દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગઈ હતી. આ ઘટના પછી બંન્નેએ નક્કી કર્યું કે તેઓ પોતાના પિતા માટે તો કઈ ન કરી શક્યા પણ અન્ય માતા-પિતા માટે ચોક્કસ કરશે.

જેના આધારે આ બંન્ને ભાઈઓ રોજ આવા 170 અસહાય વૃદ્ધ માતા-પિતાને ફ્રી માં ભોજન કરાવવાની સાથે સાથે ઈલાજ પણ કરાવતા હતા. જે વૃદ્ધ માં-બાપ કોઈ કારણોને લીધે પોતાના દીકરાઓ સાથે નથી રહેતા કે પછી દીકરાઓએ તેને છોડી દીધા હોય તેની આ પ્રકારે સેવા કરતા હતા.

જણાવી દઈએ કે આ બંન્ને ભાઈઓ પહેલા ખાણીપીણીની દુકાન અને પ્રોપર્ટી ઈન્વેસ્ટમાં કામ કરતા હતા. પિતાની મૃત્યુ પછી વર્ષ 2016 માં બંન્ને ભાઈઓએ વૃદ્ધ લોકોને સેવા આપવાનું કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં 40 વૃદ્ધ લોકોને ભોજન પહોંચાડ્યું હતું અને પછી આ આંકડો વધારતા ગયા.

હવે પિતાની યાદમાં તેઓ રોજ 170 બેસહારા માં-બાપને જમાડે છે. ગૌરાંગનુ કહેવું છે કે આ કામ માટે તેઓએ કોઈની પણ પાસેથી મદદ નથી માંગી, પણ ઘણીવાર લોકો પોતાની જાતે જ મદદ કરી દે છે. આ કામ માટે દરેક મહિનાના 1 લાખ 70 હાજર રૂપિયાનો ખર્ચ થાય છે.

ગૌરાંગનુ કહેવું છે કે આ વૃદ્ધ માં-બાપને તેઓ હોટેલોમાં પણ જમાડવા માટે લઇ જાય છે. બાળકો દ્વારા તરછોડી દેવામાં આવેલા માતા-પિતાના દુઃખને કોઈ સમજી નથી શક્તું પણ તેના દુઃખને ઓછું ચોક્કસ કરી શકાય છે.
ગૌરાંગ કહે છે કે તેઓના ભોજનનું પૂરું ધ્યાન આપવામાં આવે છે. રોજ સવારે 6 વાગ્યાથી અલગ અલગ દિવસના મેનુના આધારે રસોઈ બનાવવાનું કામ શરૂ કરવામાં આવે છે. રસોઈ બનાવવા માટે કર્મચારીઓ રાખેલા છે. લગભગ 11 વાગ્યે 4 ઓટો રીક્ષા દ્વારા ભોજન દરેકને પહોંચાડી દેવામાં આવે છે. અને આ પુરી વ્યવસ્થાની દેખરેખ તેઓ જાતે જ રાખે છે.

ભોજન પૂરું પાડવાની સાથે સાથે આ વૃદ્ધ લોકોના સ્વાસ્થ્ય માટે દવા, નિયમિત આંખોની જાંચ અને ચશ્માં પણ ઉપલબ્ધ કરાવે છે. સમય મળતા તેઓ દરેકના હાલ ચાલ જાણવા માટે પહોંચી જાય છે, એ પણ જાણવાની કોશિશ કરે છે કે આખરે તેઓના બાળકોએ તેમને શા માટે તરછોડી દીધા. જો કે બંન્ને ભાઈઓના આવા કામ જોઈને આ વૃદ્ધોના ઘણા બાળકોને શરમ પણ આવી અને તેઓ પોતાના માતા-પિતાને ફરીથી પોતાની સાથે રાખવા માટે પણ તૈયાર થઇ ગયા હતા. ગૌરાંગ કહે છે કે આ તેની સેવાની સૌથી મોટી સફળતા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ