ખબર વાયરલ

અંકલેશ્વરમાં પહેલા બ્રિજ ઉપર ઉભા રહીને ઉડાવ્યા રૂપિયા, પછી કર્યો આપઘાતનો પ્રયાસ, વીડિયો થયો વાયરલ, જુઓ

કોરોનાના વધતા જતા પ્રકોપની અંદર ઘણા પરિવારો  તૂટી ચુક્યા છે. તો ઘણા લોકો માનસિક રીતે પણ અસ્વસ્થ બની ગયા છે. આવો જ એક કિસ્સો ભરૂચના અંક્લેશ્વરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ બ્રિજ ઉપર ઉભા રહી અને પહેલા ચલણી નોટો ઉડાવી અને ત્યારબાદ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેને બચાવી લેવામાં આવ્યો હતો.

આ  ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બ્રિજ ઉપર ઉભો રહ્યો છે અને “કોરોના કાળમાં પૈસા કોઈ કામના નથી હોતા” એમ કહી અને નોટો ઉડાવી રહ્યો છે.

થોડી જ વારમાં તે વ્યક્તિ રેલિંગ કૂદી અને બ્રિજના આગળના ભાગમાં આવી જાય છે અને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં બિરજ ઉપર ઉભેલા લોકો દ્વારા તે વ્યક્તિને બચાવી લેવામાં આવે છે. આ સમગ્ર ઘટના કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.

જાણકારી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ માનસિક બીમાર હતો અને તેના કારણે જ તેને આવું પગલું ભર્યું હતું. તમે પણ જુઓ આ ઘટનાનો વાયરલ વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)