વાયરલ

શું ક્યારેય કોઈને હાથ દેખાડીને ટ્રેન રોકતા જોયા છે ? જોઈ લો આ વીડિયોમાં દાદા કેવી રીતે ટ્રેન રોકીને નીકળી પડ્યા

રીક્ષા-બસની જેમ આ દાદાએ હાથનો ઈશારો કરીને રોકી લીધી ટ્રેન, પછી જે થયું એ જાણીને….જુઓ વીડિયો

આજના ઈન્ટરનેટના યુગમાં અવનવા વીડિયો લગભગ દરરોજ વાયરલ થઇ જતા હોય છે, સોશિયલ મીડિયા દ્વારા ઘણા એવા સામાન્ય લોકો હોય છે, જે જોત જોતામાં સોશિયલ મીડિયા સ્ટાર બની જાય છે. જો કે આમાંના અમુક વીડિયો એવા પણ હોય છે કે તેને જોઈને વિશ્વાસ જ ન કરી શકાય. આવો જ એક વૃદ્ધ દાદાનો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને પણ ચોક્કસ નવાઈ લાગશે અને સાથે હસવું પણ ચોક્કસ આવશે.

સામે આવેલા આ વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ દાદાએ એવું કંઈક કર્યું કે તે ચારે તરફ ચર્ચાનો વિષય બની ગયું. વીડિયોમાં આ દાદા ફાટક પાસે ઉભા રહીને ટ્રેનને રોકવા માટે હાથ દેખાડી રહ્યા છે અને બરાબર તે જ સમયે ટ્રેન રોકાઈ પણ જાય છે. હકીકતે ટ્રેન રોકાવાના જ સમયે દાદાએ હાથ દેખાડ્યો હતો અને ટ્રેન રોકાઈ હતી. મોટાભાગે લોકો રિક્ષા કે બસની સામે હાથ દેખાડીને તેને રોકવાની કોશિશ કરતા હોય છે, પણ આ વીડિયોમાં દાદાની હાથ દેખાડીને ટ્રેન રોકવાની કળા એકદમ ગજબ છે. ટ્રેન રોકાયા બાદ દાદા આરામથી ટ્રેનમાં બેસીને નીકળી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Ashish Verma (@007ashish_ashu)

સોશિયલ મીડિયા પર આ વીડિયો ‘007ashish_ashu’  નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં અનેક લોકોએ જોયો છે અને પસંદ પણ કર્યો છે. લોકો આ વીડિયો પર ખુબ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે,”ચાચાનો સ્વેગ તો ગજબનો છે”.અન્ય એક યુઝરે લખ્યું કે,”શું હકીકતમાં આવું થઇ શકે ખરું ?” જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે,”આ ચાચા અમારા વિધાયક છે”.