ખબર દિલધડક સ્ટોરી

એક ભૂખ્યા વૃદ્ધે ધોઈને ખાધી રોટલી, વીડિયો જોઈ ભાવુક થયા લોકો..વિડીયો જરૂર જોજો

આપણે બજારમાં કોઈ વસ્તુ ખાવા માટે ગયા અને ખરીદ્યા બાદ જો આપણને તે વસ્તુ પસંદ ના આવી તો આપણે તેને કચરાના ડબ્બામાં જ નાખી દેતા હોઈએ છીએ, હોટેલમાં પણ ઘણીવાર આપણે કેટલીક વાનગીઓ મંગાવીએ અને તે ખાઈ લીધા બાદ પણ બચી હોવાના કારણે આપણે તેને ટેબલ ઉપર જ મૂકી ને ચાલ્યા જતા હોઈએ છીએ, અને હોટેલ વાળા તેને કચરાના ડબ્બામાં જ નાખતા હોય છે. કેટલાક લગ્ન પ્રસંગોમાં પણ આપણે જમણવારનો બગાડ થતો જોયો જ હશે ત્યારે આપણને એ અન્નની કિંમત જરા પણ નથી સમજાતી.

Image Source

પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ રોટલીને પાણીથી ધોઈ અને ખાઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમને પણ સમજાઈ જશે કે જયારે વ્યક્તિને ખાવાનું નથી મળતું ત્યારે તેની ભૂખથી કેવી દશા હોય છે.

આ વિડીયો ટ્વીટર ઉપર એક યુઝર્સ સચિન કૌશિક દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા જ લોકો જોઈ રહ્યા છે અને ભૂખની કિંમત શું હોય તે સમજી રહ્યા છે. સચિન કૌશિકે વિડીયો પોસ્ટ કરવાની સાથે કેટલાક શબ્દો પણ લખ્યા છે જે તમારા હૃદયને સ્પર્શી જશે.

Image Source

કૌશિકે તેમાં લખ્યું છે: “આ ભૂખ જ છે જે કોઈને પેટ ભરવા ઉપર રોટલી ફેંકાવી દે છે અને એજ રોટલી કોઈને બીજીવાર ઉઠાવી ધોવડાવી પણ દે છે. હૃદય દ્રાવક વિડીયો”

કૌશિકની આ પોસ્ટમાં ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે અને અન્નની કિમંત શું હોય તે પણ બતાવી છે. આ વીડિયોને જોઈને ઘણા લોકોના હૃદય અંદરથી જ રડી ઉઠ્યા છે. તમને પણ આ વિડીયો જોઈને તમારું હૃદય પણ રડી ઉઠશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.