પરસેવો પાડીને આખો દિવસ કરેલી મહેનતની કમાણી ગણતા એક દાદાનો આ વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, જુઓ

પૈસા કમાવવા માટે કેટલાક લોકો એટલી આકરી મહેનત કરતા હોય છે કે તેમને જોઈને આપણે પણ આપણા જીવન પર અફસોસ કરવાનું ભૂલી જઈએ અને આ મહેનત કરનારા લોકો માટે તેમનો એક એક રૂપિયો કેટલો કિંમતી હોય છે તે તેમને જ ખબર હોય છે. ત્યારે હાલ એક એવા જ મહેનતી દાદાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દાદા પોતાના દિવસભરની કમાણી ગણતા જોવા મળી રહ્યા છે.

એક વૃદ્ધ માણસ જે રસ્તાના કિનારે આવેલી ટપરી દુકાનમાં બેસી સાયકલ પર નાની-મોટી વસ્તુઓ વેચીને દિવસ દરમિયાન કમાયેલા પૈસા ગણતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ જો તમે આ વીડિયોને જરા ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તે તેમના માટે કેટલું મહત્વનું છે. વૃદ્ધ માણસ નોટ ગણ્યા પછી એક પછી એક સિક્કા ગણી રહ્યા છે. તેમના ચહેરા અને હાવભાવ પરથી સમજી શકાય છે કે તે કેટલા મજબૂર છે.

વાયરલ થઈ રહેલા ઈમોશનલ વીડિયોમાં એક વૃદ્ધ પોતાની રોજની કમાણી ગણતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ‘ઝિંદગી ગુલઝાર હૈ’ નામના યુઝરે ટ્વિટર પર કેપ્શન સાથે શેર કર્યો છે, ‘આખા દિવસની કમાણી’. આ નાનકડા વિડિયોમાં એક વૃદ્ધ માણસ દિવસ દરમિયાન કમાયેલા પૈસાની ગણતરી કરતા જોઈ શકાય છે. તે રોડની બાજુમાં ઝૂંપડી જેવી દુકાનમાં બેસીને નોટો અને સિક્કા ગણી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયો ક્યાંનો છે તે જણાઈ શકાયું નથી. પરંતુ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે જે ઝૂંપડીમાં બેઠો છે તે નદીના કિનારે છે. જો તમે વીડિયોની છેલ્લી સેકન્ડમાં વૃદ્ધ વ્યક્તિને જોશો, તો તમે પણ જોશો કે તેના પૈસા ઓછા દેખાતા હતા, તેણે પોતાના ખિસ્સા ફંફોડ્યા. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો કોમેન્ટ કરી અને ભાવનાત્મક શબ્દો પણ કહી રહ્યા છે.

Niraj Patel