પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં ફેલાયેલી છે, દેશ અને દુનિયામાં લાખો કરોડો લોકો તેમને પસંદ કરે છે. તેમની લોકપ્રિયતાનો એક એવો જ કિસ્સો યુપીના મૈનપુરીમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 85 વર્ષના વૃદ્ધ બિટ્ટન દેવી પોતાની બધી જ જમીન જાયદાત મોદીજીના નામે કરવા માંગે છે. પ્રધાનમંત્રીના નામે જમીન કરવાની વાત સાંભળી અને વકીલ પણ ચોંકી ઉઠ્યા હતા. તો તેની પાછળનું કારણ પણ ખુબ જ ભાવુક કરનારું છે.

બિટ્ટન દેવી પાસે સાડા 12 વીઘા જેટલી જમીન છે. બુધવારના રોજ તે અચાનક મૈનપુરી તાલુકાના વકીલ કૃષ્ણ પ્રતાપ સિંહના ચેમ્બરમાં ગઈ. ત્યાં તેમને વકીલ સાથે વાત કરી અને પોતાની બધી જ જમીન પ્રધાનમંત્રી મોદીના નામે કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જેને સાંભળીને ત્યાં બેઠેલા બધા જ લોકોના હોશ ઉડી ગયા હતા.

વૃદ્ધ મહિલાને વકીલે ખુબ સમજાવ્યા પરંતુ તે પોતાની જીદ ઉપર અડ્યા રહ્યા અને તેમને પોતાની જમીન પ્રધાનમંત્રી મોદીના નામે કરવાનું જ કહ્યું. ત્યારબાદ વકીલે તેમને આમ કરવા વિશેનું કારણ પણ પૂછ્યું.

ત્યારબાદ તે મહિલાએ કારણ જણાવતા કહ્યું કે તેમના પતિનું મૃત્યુ થઇ ગયું છે. તેના બે દીકરા અને વહુ જે તેમની સહેજ પણ સંભાળ નથી લેતા. ના ક્યારેય તેમને જમવાનું આપે છે ના હાલચાલ પૂછે છે. તેમનો જીવન નિર્વાહ સરકાર દ્વારા આપવામાં આવતા વૃદ્ધાવસ્થા પેંશન દ્વારા થાય છે. એટલા માટે તે પોતાની બધી જ જમીન પ્રધાનમંત્રી મોદીના નામે કરવા માંગે છે.

સોશિયલ મીડિયા ઉપર હવે આ ખબર ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. વકીલે પણ તેમને સમજાવ્યા અને બે દિવસ પછી પાછા આવવા માટેનું જણાવ્યું છે તમે પણ જુઓ આ દાદીનો વીડિયો
PM श्री @narendramodi जी देश के सबसे लोकप्रिय नेता है। देश की जनता उनसे बेशुमार प्रेम करती है।
ये लोगों का उनके प्रति अगाध प्रेम ही है कि 85 साल की एक ‘अम्मा’ जी अपनी सारी 12 बीघा जमीन मोदी जी के नाम करना चाहती हैं।@PMOIndia @AgriGoI #ModiWithFarmers pic.twitter.com/ptKSvglvI2 https://t.co/KYNnQUimhY
— JAI SHREE RAM (@SatishK40011283) December 4, 2020