અજબગજબ કૌશલ બારડ ખબર લેખકની કલમે

ગુજરાતના આટલા દુર્લભ અને એકદમ જૂના ફોટા તમે હજુ સુધી ક્યાંય નહી જોયા હોય!

150 વર્ષ અગાઉ કેમેરામાં કેદ થયેલું ગુજરાત…ક્લિક કરીને જુઓ ગુજરાતની ક્યાંય ન જોયેલી તસ્વીરો

ગુજરાતની વર્ષો જૂની અસ્મિતાને સાચવતી કેટલીક એવી તસ્વીરો અહીઁ મૂકી છે, જે આજથી દાયકાઓ અગાઉ લેવામાં આવી હતી. પરિણામે આજે આ તસ્વીરો દેખાવા મળવી બહુ દુર્લભ છે. જો કે, ઇન્ટરનેટના યુગમાં ગુજરાતની ભૂમિ પરનાં અમુક સ્થળોના દાયકાઓ જૂના ફોટા મળ્યા છે, જે સદી પૂરાણા છે!

અહીં જુઓ એ ઓરિજિનલ ફોટોગ્રાફ્સ અને તમને ખ્યાલ આવશે કે ગુજરાતનું અસ્તિત્વ ૧૯૬૦ પછી જ નહી, એ પહેલા પણ ભારેખમ હતું. ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવતી આ તસ્વીરો તમને બીજે ક્યાંય જોવા નહી મળે! ગમે તો આર્ટિકલની લીંક શેર પણ કરજો!

ગુજરાતના અતીતમાં ડોકિયું કરાવતા બહુ દુર્લભ ફોટોગ્રાફ્સ:
૧૫૧ વર્ષ જૂની સોમનાથ મંદિરની અંદરથી લેવાયેલી તસ્વીર. ૧૧૬૯માં કુમારપાળે નિર્માણ કરેલું મંદિર જોઈ શકાય છે. એ પછી અલાઉદ્દીન, તુઘલક અને ઔરંગઝેબ સહિતનાં આક્રમણખોરોએ મંદિરની હાલત બગાડી નાખી. સરદાર પટેલ દ્વારા સોમનાથનો જીર્ણોદ્ધાર નહોતો થયો એ પહેલાનો આ ફોટો છે.

ગિરનાર પર્વતનો ૧૫૧ વર્ષ જૂનો ફોટો, જેમાં ગોરખનાથ અને ગુરૂ દાતારની ટૂંક જોઈ શકાય છે. ૧૮૬૯માં આ તસ્વીર લેવામાં આવી હતી.

અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલ નગીનાવાડીનો ૧૮૯૧માં લેવાયેલો ફોટો. તસ્વીરમાં નગીનાવાડી સુધી પહોંચવાનો રસ્તો દેખાય છે. મુગલ બાદશાહો અહીઁ મોજશોખ માણવા રોકાતા.

ગુજરાતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય ‘સક્કરબાગ’ની સવા સો વર્ષ જૂની તસ્વીર, જે ૧૮૯૫માં બ્રિટિશર નેલ્સન દ્વારા લેવામાં આવી હતી.

૧૯૦૫માં પાડવામાં આવેલો અમદાવાદના ત્રણ દરવાજાનો ફોટો.

સોમનાથ નજીક આવેલ સૂર્યમંદિરનો સને ૧૯૦૦માં પાડવામાં આવેલો ફોટો.

સવા સો વર્ષ પહેલાની જૂનાગઢના ઉપરકોટની તસ્વીર, જે ૧૮૯૫માં ખેંચવામાં આવી હતી.

વડોદરાની વિશ્વામિત્રી નદી પર આવેલો જૂનો પુલ. આ તસ્વીર પણ સવા સો વર્ષ જૂની છે.

૧૮૭૫માં માત્ર ૧૨ વર્ષની ઉંમરે સયાજીરાવ ગાયકવાડ નામનો છોકરો વડોદરાનો મહારાજા બન્યો એ સમયની તસ્વીર.

નેલ્સને ખેંચેલી વેરાવળ બંદરની ૧૨૫ વર્ષ જૂની તસ્વીર. બંદરમાં હોડીઓ લાંગેરેલી જોવા મળે છે.

આ તસ્વીર પણ વેરાવળ બંદરની છે, જે ૧૯૦૦નાં વર્ષમાં લેવાયેલી છે. અહીઁ બંદરની ‘પોર્ટ ઓફિસ’ જોઈ શકાય છે.

૧૯૦૦માં લેવાયેલ વેરાવળ બંદરની દીવાદાંડીની તસ્વીર. ૧૮૭૬માં જૂનાગઢ નવાબ મોહમ્મદ ખાનના સમયમાં દીવાદાંડીનું નિર્માણ થયેલું.

ગિરનારની તળેટીમાં આવેલ અશોકના શિલાલેખની તસ્વીર, જે ૧૫૧ વર્ષ જૂની છે.

અમદાવાદના માણેકચોકમાં આવેલ ‘રાણીનો હજીરો’. આ તસ્વીર ૧૮૮૦માં લેવાયેલી છે.

૧૪૭ વર્ષ પહેલાના અમદાવાદના કુંભારો! (તસ્વીર વર્ષ – ૧૮૭૩)

૧૫૦ વર્ષ પહેલા અમદાવાદમાં કામ કરી રહેલા ચમારો! (તસ્વીર વર્ષ – ૧૮૭૦)

સુરેન્દ્રનગરનાં થાનગઢમાં આવેલા આ પાળિયાઓની તસ્વીર ૧૪૬ વર્ષ જૂની છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર જેમ્સ બર્ગેસ દ્વારા ૧૮૭૪માં તે લેવાયેલી.

ઇ.સ.૧૯૦૩માં સાબરમતીને કાંઠે લૂગડાં ધોઈ રહેલી સ્ત્રીઓ!

પાલિતાણાના શેત્રુંજય ડુંગર ઉપર આવેલ ભગવાન આદિનાથનું મંદિર. તસ્વીર ખેંચાયાનું વર્ષ ૧૮૬૯નું છે.

શેત્રુંજય પર નવા મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે. વર્ષ છે ૧૮૬૯નું!

જૂનાગઢના દિવાન ચોકમાં આવેલ નવાબના આ આલિશાન મહેલની તસ્વીર ૧૨૦ વર્ષ પુરાણી છે.

૧૮૮૦માં વડોદરાનું સરકારી ગેસ્ટ હાઉસ કંઈક આવું દેખાતું હતું!

ગિરનાર પર કુમારપાળે ૧૨મી સદીમાં બંધાવેલ આ જૈનમંદિરનો ફોટો ૧૮૬૯માં(આજથી ૧૫૧ વર્ષ પૂર્વે) લેવાયેલો છે.

સેજકપુરનું નવલખા મંદિર, જેનું બાંધકામ ૧૩મી સદીમાં ૯ લાખ દ્રમ ખર્ચીને થયેલું. ફોટો ૧૨૨ વર્ષ જૂનો છે.

ડભોઈની હિરા ભાગોળમાં આવેલ મહાકાળી માતાનાં મંદિરનો ફોટો, જે ઇતિહાસકાર જેમ્સ બર્ગેસ દ્વારા ૧૮૭૪માં લેવાયેલો. આજે તો હિરા ભાગોળના અવશેષો બચ્યા છે. પણ એક વખત હતો જ્યારે તેની કોતરણીની અને શિલ્પી હિરાધરની વાહવાહી આખા ગુજરાતમાં, ઇંગ્લાન્ડમાં થતી. ધૂમકેતુની વાર્તા ‘વિનિપાત’માં આ ભાગોળનું જ કથાવસ્તુ છે.

આશા છે, કે તમને આ અજાણી અને ઇતિહાસમૂલક માહિતી પસંદ પડી હશે. આપના મિત્રોને પણ લેખની લીંક શેર કરજો અને જણાવજો કે દાયકાઓ અગાઉ ગુજરાત કેવું દેખાતું હતું! જય માતા ગુર્જરી!

ઇમેજ અને માહિતી સ્ત્રોત – ગુજરાત હિસ્ટરી (ટ્વિટર)

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.