આ ભાઈ 1-1 રૂપિયાના સિક્કાઓ લઈને પહોંચ્યો પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા, કર્મચારીઓએ લેવાની પાડી ના, પછી કર્યું એવું કે અક્કલ ઠેકાણે આવી ગઈ

ઘણા લોકોને અલગ અલગ પ્રકારના ચલણી સિક્કાઓ ભેગા કરવાનો શોખ હોય છે. તો ઘણા લોકો સિક્કા ભેગા કરી અને પોતાના સપના પણ પુરા કરતા હોય છે, થોડા સમય પહેલા જ ચલણી સિક્કા ભેગા કરી અને લોકો બાઈક અને કાર ખરીદી હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા, પરંતુ હાલ જે ખબર સામે આવી છે તેને સૌને હેરાન કરી દીધા છે.

મોંઘવારીના આ યુગમાં 1 કે 2 રૂપિયામાં કંઈપણ ખરીદવું મુશ્કેલ બની ગયું છે. આ ઉપરાંત દેશભરમાં ઘણી જગ્યાએ, દુકાનદારો 1 અને 2 રૂપિયાના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. જેના કારણે લોકોના ઘરે મોટી સંખ્યામાં 1 અને 2 રૂપિયાના સિક્કા જમા થયા છે. આવી સ્થિતિમાં જો તમે પણ 1 અને 2 રૂપિયાના સિક્કા જમા કર્યા છે અને દુકાનદાર તેને લેવાનો ઇનકાર કરી રહ્યો છે, તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તે સિક્કા ક્યાં સરળતાથી આપી શકો છો અને તેને નોટમાં કન્વર્ટ કરી શકો છો.

જો તમને ખબર ન હોય, તો તમે દેશભરની કોઈપણ પોસ્ટ ઓફિસમાં સિક્કા આપીને સરળતાથી નોટો લઈ શકો છો. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, આ સુવિધા દેશભરની પોસ્ટ ઓફિસો દ્વારા આપવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસે ખુદ આ જાણકારી આપી છે. પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા તમામ પ્રકારના સિક્કા અને નોટો પોસ્ટ ઓફિસ દ્વારા લેવામાં આવે છે.

સુધાંશુ દુબે નામના એક વ્યક્તિ પાસે કેટલાક જૂના સિક્કા હતા. જ્યારે તેઓ તેમના શહેરની પોસ્ટ ઓફિસમાં તેને જમા કરાવવા માટે ગયા તો અધિકારીઓએ સિક્કા સ્વીકારવાની ના પાડી દીધી, પરંતુ સુધાંશુએ સોશિયલ મીડિયા પર નાણામંત્રી, આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન પોસ્ટ ઓફિસને ટેગ કરીને વાત કરી.

જેના જવાબમાં ભારતીય પોસ્ટ ઓફિસે સ્પષ્ટ કર્યું કે આ સિક્કા હજુ પણ બજારમાં ચલણમાં છે, તેના પર કોઈ પ્રતિબંધ નથી. આ અંગે તમારા શહેરની પોસ્ટ ઓફિસના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. તમે ત્યાં જઈને તમારા જૂના સિક્કા જમા કરાવી શકો છો. તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો.

ભારતીય રિઝર્વ બેંકે 26 જૂન, 2019ના રોજ એક સત્તાવાર સૂચના દ્વારા લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને વ્યવહારો માટે તમામ સિક્કાઓને કાનૂની સ્વરૂપમાં સ્વીકારવાની અપીલ કરી હતી. આરબીઆઈએ કહ્યું હતું કે હાલમાં 50 પૈસા, 1, 2, 5, 10 અને 20ના વિવિધ સાઈઝ, થીમ અને ડિઝાઈનના સિક્કા ચલણમાં છે.

Niraj Patel