અજબગજબ

ખરીદો સસ્તું બાઈક! અહીંયા 1 લાખ રૂપિયાનું બાઈક મળે છે માત્ર 30,000 રૂપિયામાં

આજના યુવાનો બાઇકના ખુબ જ શોખીન હોય છે, માત્ર યુવાનો જ નહિ યુવતીઓને પણ સ્પોર્ટ્સ બાઈક ખુબ જ ગમતી હોય છે, પરંતુ આ સ્પોર્ટ્સ બાકીની કિંમતો સાંભળી અને લેવાનું મન ઉડી જાય છે છતાં દરેક વ્યક્તિ વિચારે છે કે તેની પાસે એક સ્પોર્ટ્સ બાઈક હોય. આજે અમે તમને એવા બજાર વિશે જણાવીશું જ્યાં જુના સ્પોર્ટ્સ અને લક્ઝુરિયસ બાઈકની કિંમત રેગ્યુલર બાઈક કરતા પણ ઓછી હશે.

Image Source

દિલ્હીની અંદર જુના બાઈક ખરીદવા માટે કરોલ બાગ, સુભાષ નાગર, લાજ્પત નગર અને ગીતા કોલોની જેવી જગ્યાઓ છે, જ્યાં તમને સેકેંડ હેન્ડ સ્કૂટી, સપોર્ટ બાઈક, બુલેટ અને બીજા હાર્લી ડેવિસન અને બીજી લક્ઝુરિયસ કંપનીના બાઈક પણ મળી જશે. આ માર્કેટની અંદર 1 લાખ રૂપિયા સુધીનું બાઈક તમને માત્ર એ માત્ર 30 હજાર રૂપિયામાં મળી જાય છે.

Image Source

સેકન્ડ હેન્ડ બાઈક ખરીદવા માટેનું બજાર મુંબઈમાં પણ આવેલું છે. મુંબઈના વસઈ વેસ્ટમાં તમને જુના બાઈક મળી જશે. જો આ બાજરમાં બાઈક 6 કે 12 મહિના જૂનું હશે તો તેની કિંમત 30થી 40 ટકા સુધી ઓછી થઇ ગઈ હશે. ઉદાહરણ તરીકે તમારે બજાજ પલ્સર લેવું છે અને તે નવા બાઈકની કિંમત 1.55 લાખ છે તો તમને આ બજારમાં તે જ બાઈક 6 મહિના જૂનું 80 હજારમાં મળી જશે.

Image Source

આ બજારમાં તમને જૂની સ્કૂટી પણ 15 હાજર સુધીમાં મળી જશે. બીજા સામાન્ય બાઈક સ્પ્લેન્ડર, પ્લાટીના અને ડિસ્કવર જેવી બાઈક પણ ખુબ જ સસ્તામાં મળી જશે. વાત ઊંચી બ્રાન્ડની બાઈકની કરીએ તો ડ્યુક 390 સીસી નવા બાઈકની કિંમત 2.20 લાખ રૂપિયા છે જયારે આ બજારમાં તમને આ બાઈક 1 લાખમાં મળી જશે.

Image Source

પરંતુ આ બજારોમાંથી બાઈક ખરીદતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવા જેવું છે કે બાઈક ચાર વર્ષથી વધુ જૂનું અને 30 હજાર કિલોમીટર કરતા વધારે ચાલેલું ના હોય, સાથે જ બાઈક લેતી વખતે ટેસ્ટ ડ્રાઈવ લેવાનો આગ્રહ રાખવો, અને બાઈક પસંદ પડતા જ બીજા પણ બાઈક જોઈ લેવા. તેનું માઈલેજ પણ તપાસી લેવું.

Image Source

યોગ્ય ખાતરી કર્યા બાદ જ બાઈક ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, આ ઉપરાંત જો તમે જુના બાઈક ઓનલાઇન ખરીદવા માંગતા હોય તો કેટલીક વેબસાઈટ ઉપર પણ તમને જુના બાઈક મળી જશે.