આ વ્યક્તિએ પોતાની જાતે જ પેટ્રોલ છાંટીને તેના ઇલેક્ટ્રિક ઓલા સ્કૂટરમાં લગાવી દીધી આગ, કારણ જાણીને હોશ ઉડી જશે, જુઓ વીડિયો

દેશભરમાં વધી રહેલા પેટ્રોલના ભાવના કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધ્યા છે, ભારતીય બજારમાં ઘણી બધી કંપનીઓએ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર પણ લોન્ચ કર્યા છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ ઘટનાઓમાં અત્યાર સુધી 3 લોકોના મોત પણ થયા છે, ત્યારે સરકારે પણ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા ઉપર રોક લગાવી દીધી છે.

ત્યારે દેશભરમાં લોકો ઇલેક્ટ્રિક સ્કૂટરથી પણ નારાજ થયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લગાવી દીધી. તમિલનાડુના અંબુર શહેરના રહેવાસી પૃથ્વીરાજ ગોપીનાથને જણાવ્યું કે તેમનું ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું.

ગ્રાહક કેન્દ્ર સમસ્યાને સાંભળવા અને તેને ઠીક કરવામાં ધ્યાન આપતી નથી. જેથી ગુસ્સામાં તેણે જાતે જ સ્કૂટર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાડતા પહેલા પૃથ્વીરાજે કંપની સાથે વિવિધ સ્તરે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહોતો.

પૃથ્વીરાજે ઓલા સ્કૂટર કંપનીને ઈ-મેલ પણ લખ્યો છે. તેણે કહ્યું, આ ચોથી વખત છે જ્યારે હું તમારી ફરિયાદ કરી રહ્યો છું. આ ઈ-મેલમાં તેણે 15 એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કરેલી ફરિયાદનો સ્ક્રીનશોટ પણ જોડ્યો હતો. તેણે લખ્યું કે બેટરી અચાનક ડિસ્ચાર્જ થઈ ગઈ. બેટરી પહેલા 20 ટકા સુધી ચાર્જ થઈ હતી અને પછી અચાનક તે ઝીરો ટકા થઈ ગઈ હતી.

તેણે ઈ-મેલમાં એમ પણ લખ્યું હતું કે મેં તમારી મૂર્ખ અને નકામાં ગ્રાહક કેન્દ્રને ફોન કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. પૃથ્વીરાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનો સળગતો ફોટો અને વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેણે લખ્યું કે લાંબા સમય સુધી રાહ જોઈ. હું તમારી સેવાઓથી કંટાળી ગયો છું. હવે તે તમને બતાવવાનો સમય છે. આભાર.

Niraj Patel