સ્ટાર્ટઅપ કંપનીઓ જ્યાં એક તરફ ફંડિંગ મળવાની આશા રાખતા હોય છે ત્યારે Olaના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે પોતાની કંપની માટે ફંડિંગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. માહિતી અનુસાર, જાપાની કંપની સોફ્ટબેંક ગ્રુપ કોર્પએ ઓલામાં 1.1 અબજ ડોલર (7.6 હજાર કરોડ રૂપિયા)ના રોકાણની ઓફર આપી હતી, જેને ભાવિશએ ઠોકર મારી દીધી છે. 33 વર્ષીય ભાવિશે જાપાનના સોફ્ટબેંકને સાફ ના પાડી દીધી કે તેને કોઈ પણ પ્રકારનું ફંડિંગ નથી જોઈતું. ભાવિશ કંપની પર પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માંગે છે. એટલા માટે તેને સોફ્ટબેંકના 7.6 હજાર કરોડ રૂપિયા લેવાથી ઇન્કાર કરી દીધો.

ઇન્વેસ્ટર માસાયોશી સોન જાપાનીઝ બિઝનેસમેન અને સોફ્ટબેંકના પ્રમુખ છે. ઓલાના શરૂઆતના દિવસોમાં પણ સોફ્ટબેંક ગ્રુપ કોર્પ એમાં નિવેશક હતા. આ પછી સોફ્ટબેંકએ ઓલાના પ્રતિદ્વંદી સ્ટાર્ટઅપ ઉંબરમાં પાર્ટનરશીપ ખરીદી લીધી. પછી સોફ્ટબેંકે ઓલા અને ઉંબરને એક કરવાની ખૂબ જ કોશિશો કરી, પરંતુ ભાવિશે આ પ્લાનને અટકાવી દીધો.

દરમ્યાન સોફ્ટબેંકે ઓલાને 1.1 અબજ ડોલરના રોકાણની ઓફર આપી. જો એવું થાય તો ઓલામાં સોફ્ટબેંકની ભાગીદારી વધીને 40 ટકા થઇ જાય. આ પ્રસ્તાવ સામે ભાવિશે ઓલામાં પોતાનો કંટ્રોલ બનાવી રાખવાની શરત રાખી, જેનાથી આ ડીલ અટકી ગઈ. હવે ભાવિશ અગ્રવાલ બીજા ઇન્વેસ્ટર્સ પાસેથી ફંડિંગ લેવાની કોશિશ કરી રહયા છે. આ વર્ષે તેઓએ હ્યુન્ડાઇ મોટર કંપની પાસેથી 2082 કરોડ રૂપિયા અને ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલ પાસેથી 624 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું છે.

33 વર્ષીય ભાવિશ અગ્રવાલે 2011માં પોતાના એન્જીનીયરીંગ સ્કૂલના મિત્ર અંકિત ભાટી સાથે મળીને ઓલાની શરૂઆત કરી હતી. હાલ આ પ્લેટફોર્મ પર દેશના 100થી વધુ શહેરોમાં 13 લાખ ડ્રાઈવર છે. ઓલાના દમ પર આજે લગભગ 6000 લોકોનો પરિવાર ચાલે છે. ભાવિશની મહેનત રંગ લાવી છે અને ઓળાનું રેવન્યુ 758 કરોડ પાર જઈ પહોંચ્યું. ગયા વર્ષે જ કંપનીએ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને બ્રિટનમાં સર્વિસ આપવાનું શરુ કર્યું છે. ભારતમાં કંપનીએ ફૂડના બિઝનેસમાં પણ પ્રવેશ કર્યો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks