જયપુર દિલ્હી નેશનલ હાઈવે પરથી પસાર થતી ઇન્ડિયન ઓઇલની પાઇપ લાઇનમાં મંગળવારે ક્રૂડ ઓઇલની ચોરીનો ખુલાસો થયા બાદ સનસનાટી મચી ગઈ છે. હાઈવે ફ્લાયઓવરની નીચે 300 મીટર ટનલ બનાવીને એક મહિનાથી ક્રૂડ તેલની ચોરી કરી રહ્યા હતા. પેટ્રોલિંગ કર્યા બાદ ઇન્ડિયન ઓઇલના અધિકારીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જેસીબીથી પાઇપલાઇન ખોદીને જોયું તો ચોરીની રીતને જોઈને હેરાન થઇ ગયા. ઈન્ડિયન ઓઇલ નિષ્ણાતો ટનલ અને ચોરીની પદ્ધતિની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.

જયપુર રેંજ આઇજીએ અહીંથી આવતી પાઇપલાઇન, તેલ ચોરી કરવા માટે બનાવેલી ટનલ અને ચેમ્બર વગેરેની ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન આઈજીએ જણાવ્યું હતું કે પોલીસે આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી છે. પોલીસ આ મામલે તાપસ કરી રહી છે અને જલ્દી જ આરોપીઓ પકડાઈ જશે.
ક્રૂડ ઓઈલની લાઇન ચાકસુથી પાણીપત તરફ જાય છે. ઇન્ડિયન ઓઇલના અધિકારીઓએ જણાવ્યું કે 10 સપ્ટેમ્બરના અડધી રાતે ઓઇલનું પ્રેશર ડ્રોપ થયું હતું. આ પછી, લાઇનમાં ઘણીવાર પ્રેશર ડ્રોપ થયું, એ પછી જ અધિકારીઓને ક્રૂડ ઓઈલની ચોરીની શંકા થઇ. જેના પર આઇઓસી કક્ષાએ ઇન્ટેલિજન્સ પિંગિંગ દ્વારા પાઈપલાઈનનો સર્વે કરવામાં આવ્યો હતો.

આ પછી, ઇન્ડિયન ઓઇલના અધિકારીઓએ આ વિશે પોલીસ અધિકારીઓને જાણ કરી. ઇન્ડિયન ઓઇલના અધિકારીઓની માહિતી પર પોલીસ અધિકારીઓ પેટ્રોલીંગ શરૂ કરી. જે બાદ તેલ ચોરીનો ઘટસ્ફોટ થયો હતો. નેશનલ હાઈવે પાસેથી પસાર થતી પાઈપલાઈનમાં ટનલ બનાવીને વેલ્ડિંગ કરીને ઓન-ઓફ વાલ્વ લગાવેલો મળ્યો અને ત્યાં જ એક ટનલ બનેલી પણ જોવા મળી.
આશ્ચર્યજનક વાત એ છે કે, જયપુર દિલ્હી હાઈવે પરથી પસાર થતી પાઇપલાઇનમાં ગાબડું પાડીને બીજી બાજુથી નીચે ટનલને કાઢવામાં આવી હતી. વાલ્વથી લગભગ 100 મીટર દૂર એક પતરાનો શેડ લાગેલો પણ મળી આવ્યો છે. જેમાં ક્રૂડ ઓઇલની મુખ્ય પાઈપલાઈનમાંથી તેલ ચોરી કરવામાં આવી રહ્યું હતું. પતરાના શેડની અંદર બે ચેમ્બર બનેલા મળી આવ્યા છે. આ જગ્યા પર પાઇપ, પાણીના ટેન્કર, વાલ્વ સહિત વિવિધ પ્રકારના ચોરી સાધનો પણ સ્થળ ઉપર મળી આવ્યા હતા.

ઓઇલ ચોરીની ઘટનાને અંજામ આપવાવાળા ચોર ખૂબ જ ચતુર હતા. પતરાનો શેડ બનાવ્યા પછી ચોરોએ એક ટનલ બનાવવાનું કામ શરૂ કર્યું. ચોરોએ 5-6 મહિનામાં ફ્લાયઓવરની નીચેનો ભાગ ઓળંગીને લગભગ 300 મીટરની એક ટનલ બનાવી. આ પછી, પાઇપલાઇનમાં ભંગાણ કરીને ઓન-ઓફ વાલ્વ લગાવીને લોખંડની પાઇપની વેલ્ડિંગ કરી દીધી. ચોરોએ બીજા છેડે પાઈપમાં પણ વાલ્વ લગાવી દીધો. ચોરોએ 10 સપ્ટેમ્બરે અડધી રાતે પહેલીવાર ઓઇલ ચોરી કરી હતી.
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું કે ચોરોએ ભંગાર માટે જમીન ભાડે લઈને આ ચોરીને અંજામ આપ્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.