મોદી સરકારનો મોટો નિર્ણય: આવી ગઈ ખુશખબરી…હવે ઘટી ગયા તેલના ભાવ- જાણો વિગત

તહેવારોની મોસમ આવી રહી છે, દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય લોકો તો ચિંતામાં છે જ સાથે સાથે દિવાળી ઉપર ભાત ભાતના પકવાન બનાવવા માટે ઈચ્છા રાખી રહેલી ગૃહિણીઓ પણ ખાદ્યતેલના ભાવ વધારાના કારણે ચિંતામાં હતી. ત્યારે હાલ ગૃહિણીઓ માટે ખુશ ખબર આવી રહી છે. ખાદ્ય તેલના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલના સમયમાં ખાદ્ય તેલના ભાવોમાં 50 રૂપિયા જેટલો નજીવો ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો હવે 2355 રૂપિયાની આસપાસ મળશે, જયારે સીંગતેલનો ડબ્બો 2500 રૂપિયાની આસપાસ મળશે. તો પામોલીન તેલનો ડબ્બો 1975 રૂપિયાની આસપાસ મળશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સાથે સાથે ખાદ્ય તેલના ભાવોમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો હતો, જેના કારણે મધ્યમવર્ગના લોકોના રસોડાનો સ્વાદ પણ બગડ્યો હતો, ત્યારે દિવાળી પહેલા ખાદ્ય તેલમાં નોંધાયેલો આ ભાવ ઘટાડો નજીવી  રાહત સમાન જરૂર છે.

Niraj Patel