ખબર

અચ્છે દિન આ ગયે ! સીંગતેલ અને કપાસિયા તેલની કિંમતમાં આવ્યો ઘરખમ ઘટાડો, જાણો નવી કિંમત

સામાન્ય જનતા મોંઘવારીનો માર સહન કરી રહે છે અને ત્યારે હવે માતા અંબાની આરાધનાનો તહેવાર નવરાત્રિ આવી રહ્યો છે. હવે નવરાત્રિ પહેલા જનતા માટે એક સારા સમાચાર આવ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. છેલ્લા ઘણા સમયથી તેલની કિંમતોમાં ઘણો વધારો નોંધાયો હતો અને એક વખત તો એવો પણ આવ્યો હતો કે કપાસિયા તેલ કરતા સિંગતેલના ડબ્બાની કિંમત થોડી ઓછી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલમાં ચાલુ વર્ષે કિંમતોમાં સતત ઊથલપાથલ જોવા મળી રહી છે. આ વર્ષના મધ્યથી ભાવમાં ઘણો વધારો થઈ રહ્યો હતો. જો કે, હવે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને તહેવાર ટાણે ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે નહીં.

સીંગતેલમાં છેલ્લા ચાર દિવસમાં રૂપિયા 50નો અને કપાસિયા તેલમાં રૂપિયા 15નો ઘટાડો થયો છે. હવે ભાવ ઘટાડા બાદ સીંગતેલ અને કપાસિયા તેલની કિંમત જોઇએ તો, સિંગતેલના 15 કિલો ડબ્બાની કિંમત 2480થી 2530 રૂપિયા થઇ છે, જયારે કપાસિયા તેલના ડબ્બાની કિંમત 2385થી 2435 રૂપિયા થયો છે.જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રમાં નવરાત્રી બાદ સીંગતેલની સિઝન ખુલતી હોય છે. ત્યારે સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થવાની આશા છે.

ત્યારે હવે પેટ્રોલ અને ડિઝલના ભાવની વાત કરીએ તો, સરકારી તેલ કંપનીઓએ 29 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. દિલ્લીમાં આજે ઇન્ડિયન ઓઇલના પંપ પર પેટ્રોલ 101.39 રૂપિયા પ્રતિ લિટર છે જયારે ડિઝલ 89.57 રૂપિયા પ્રતિ લિટર છે. ત્યારે ગુજરાતના ચાર મોટા શહેરોના ભાવ પર નજર કરીએ તો,  અમદાવાદ : પેટ્રોલ 98.25 રૂ.અને ડીઝલ 96.53 રૂ.પ્રતિ લીટર, સુરત : પેટ્રોલ 97.90 રૂ.અને ડીઝલ 96.13 રૂ.પ્રતિ લીટર, રાજકોટ : પેટ્રોલ 98.00 રૂ.અને ડીઝલ 96.30 રૂ.પ્રતિ લીટર, વડોદરા : પેટ્રોલ 97.68 રૂ.અને ડીઝલ 95.90 રૂ.પ્રતિ લીટર છે.

ઇન્ડિયન ઓઇલ અનુસાર દેશના ચાર મહાનગરો દિલ્લી, મુંબઇ, ચેન્નાઇ, કોલકાતાની જો તુલના કરીએ તો, મુંબઇમાં પેટ્રોલ-ડિઝલ વધુ મોંધુ છે. જણાવી દઇએ કે, રાજયોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અંતર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લગાવવામાં આવેલ ટેક્સને આધારે અલગ અલગ હોય છે. ભારતીય બજારમાં બે મહિનાથી વધારે સમયમાં પેટ્રોલની કિંમતોમાં એકવાર જયારે ડિઝલની કિંમતોમાં ચાર વાર વધારો થઇ ચૂક્યો છે. ડિઝલ 5 દિવસમાં 95 પૈસા પ્રતિ લિટર મોંધુ થઇ ચૂક્યુ છે જયારે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો વધારો થઇ ચૂક્યો છે.

હવે બીજીબાજુ સોનાના ભઆવની વાત કરીએ તો, સોના-ચાંદીના ભાવમાં આ સમયે જોરદાર ઘટાડો થઇ રહ્યો છે. એવામાં જો તમે સોનુ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારો મોકો છે. ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.15 ટકા ઘટાડા સાથે 46001 રૂપિયા પ્રતિ 10 ગ્રાામના લેવલ પર છે, ત્યાં આજે ચાંદીમાં 0.22 ટકાનો ઘટાડો થયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 60,503 રૂપિયા છે.

વર્ષ 2020ની વાત કરવામાં આવે તો, છેલ્લા વર્ષે MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56200 રૂપિયા સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયાહતા. આજે સોનુ ઓગસ્ટ વાયદા MCX પર 46001 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે એટલે કે લગભગ 10200 રૂપિયા સસ્તુ મળી રહ્યુ છે.