અમેરિકામાં 22 વર્ષિય મહિલા બની વેક્સિનના કારણે કરોડપતિ, જાણો વિગત

અમેરિકાના ઓહિયોમાં કોરોના વેક્સિનના કારણે એક 22 વર્ષિય મહિલા કરોડોની માલકિન બની ગઇ. આ મહિલાને સરકાર દ્વારા વેક્સિનેશન પ્રમોટ કરવા માટે શરૂ કરવામાં આવેલ લોટરી યોજનાના ફર્સ્ટ વિનર તરીકે પસંદ કરવામાં આવી છે.

વેક્સિનેશન પ્રતિ જાગરૂકતા પેદા કરવા માટે સરકારે હાલમાં જ આ યોજના શરૂ કરી છે. આ પર પહેલા પુરસ્કાર વિજેતાઓની ઘોષણા ગુરુવારે કરી, આહિયોના ગર્વનર માઇક ડીવાઇને જણાવ્યુ કે, ફર્સ્ટ પ્રાઇઝ જીતનાર 22 વર્ષિય મહિલાને એક મિલિયન ડોલર એટલે કે લગભગ 7.5 કરોડ રૂપિયા મળશે. તેણે વેક્સિનનો એક ડોઝ લગાવ્યો છે.

રાતોરાત કરોડોની માલકિન બનનાર Abbigail Bugenskeને વિશ્વાસ થઇ રહ્યો ન હતો કે તેને વેક્સિનનો એક ડોઝ આટલુ બધુ અપાવી શકે છે. તેણે કહ્યુ કે, મને જયારે આ ઇનામ વિશે ખબર પડી કે તો એ સમયે હું એક જૂની ગાડી ખરીદવા જઇ રહી હતી.

પરંતુ હવે હું નવી ગાડી ખરીદી શકુ છું. ત્યાં જ સ્કોલરશિપ જીતનાર છોકરાના પેરેન્ટ્સ પણ આ યોજનાથી ખુશ છે. તેને તો પહેલા લાગ્યુ હતુ કે તેના આ વિજેતા બનવાનો કોલ પ્રેન્ક છે પણ તેને પછીથી વિશ્વાસ થઇ ગયો હતો.

વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં માઇક ડિવાઇને કહ્યુ કે, અમે વેક્સિન લગાવનારને ફ્રીમાં બિયરની પણ ઓફર કરી શકીએ છીએ પરંતુ તેનો કોઇ ફાયદો નથી. તે બિયર પીવે છે અને પછી ટીવી પર શો જોવા બેસી જાય છે. એ માટે અમે કંઇ અલગ પ્રયાસ કર્યો.

Shah Jina