ગરોળીને ભગાડવા જતા પોલીસ અધિકારી સાથે બન્યું એવું કે આખો પરિવાર દુઃખમાં ડૂબી ગયો, જુઓ વીડિયો

મનુષ્યના જન્મની જેમ જ તેનું મૃત્યુ પણ ક્યારે થશે કઈ નક્કી નથી હોતું. ઘણા એવા કારણ હોય છે જે મૃત્યુનું નિમિત્ત બનીને આવે છે. હાલ આંધ્ર પ્રદેશના ગંટુરમાં એક ગરોળી પોલીસ અધિકારીના મોતનું નિમિત્ત બનીને આવી. જેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ દુઃખદ ઘટના રવિવારના રોજ રાત્રે સાડા સાત વાગે ઘટી હતી. જેમાં એક પોલીસ અધિકારી ગરોળીને ભગાવી રહ્યા હતા અને અચાનક જ તેઓ બાલ્કનીમાંથી નીચે પડી ગયા. જેમાં તેમનું મોત થઇ ગયુ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો.

મૃતક પોલીસ અધિકારીની ઓળખ સર્કલ અધિકારી શેષા રાવના રૂપમાં કરવામાં આવી છે. તે પોતાની પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધાર ઉપર એક પોલીસવાળાએ જણાવ્યું કે  રાવ જયારે સાંજના સમયે પોતાની પત્ની સાથે બહાર નીકળ્યા ત્યારે બાલ્કનીની છત ઉપર તેમને એક ગરોળી જોવા મળી.

આ ગરોળીને ભગાવવા માટે રાવે એક સાવરણી પોતાના હાથમાં લીધી અને તેની મદદથી જ ગરોળીને પોતાની છત ઉપરથી હટાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પોલીસકર્મીના જણાવ્યા અનુસાર આ દરમિયાન જ તેમનું સંતુલન બગડી ગયું અને તે બીજા માળેથી નીચે પટકાઈ ગયા.

સામે આવેલી સીસીટીવી ફુટેજમાં જોવા મળે છે કે શેષા રાવ સાવરણી લઈને ગરોળીને ભગાવવા માટે પગથિયાં તરફ જાય છે. આ દરમિયાન જ તેમનું સંતુલન બગડી જાય છે અને તે નીચે પડી જાય છે. આ દુર્ઘટના બાદ તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, પરંતુ લાખ પ્રયત્ન કરવા છતાં પણ ડોક્ટર તેમનો જીવ ના બચાવી શક્યા. રાવે સોમવારના રોજ હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ લીધા.

તો આ બાબાતે પોલીસ અધિકરીએ જણાવ્યું કે રાવના અવસાન બાદ તેમનો પરિવાર ખુબ જ દુઃખમાં છે. તેમના ઘરની અંદર પણ માતમ છવાયેલો છે. પરિવારજનોના રડી રડીને હાલ ખરાબ થઇ રહ્યા છે. તો આ તરફ પટ્ટાભિપુરમ પોલીસે સીઆરપીસીની કલમ 174 હેતલ કેસ દાખલ કરી લીધો છે અને આ મામલાની તપાસ ચાલુ છે.

Niraj Patel