ખબર

Zoom મિટિંગની અંદર સેક્રેટરી સાથે આપત્તિજનક હાલતમાં પકડાઈ ગયો અધિકારી, જાણો પછી શું થયું ??

કોરોનાના સંકટના કારણે આજે ઘણી કંપનીઓએ ઓનલાઇન કામ શરૂ કર્યું છે. જેમાં ઘણી મિટિંગ પણ ઓનલાઇન શરૂ થયું છે ત્યારે શિક્ષણ પણ ઓનલાઇન મળવા લાગ્યું છે. ઓનલાઇન ક્લાસ અને મિટિંગમાં કેટલાક લોકો અવનવી હરકતો કરતા પણ જોવા મળે છે. જે ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. ઓનલાઈન મિટિંગ અને કલાસ માટે Zoom એપ એ મોટું માધ્યમ બન્યું, આ એપ ઉપર જ એક મટિન્ગ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

Image Source

ફિલિપીન્સમાં ઝૂમ એપ ઉપર ચાલી રહેલી એક ઓનલાઇન મિટિંગ દરમિયાન એક ગંદી હરકત કરતો એક અધિકારી રંગે હાથ ઝડપાઇ ગયા, જેના બાદ આ અધિકારીને પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે.

Image Source

મળતી માહિતી પ્રમાણે ફિલિપિન્સના ફાતિમા દાસ ગ્રામ કાઉન્સિલના સદસ્યોએ કપ્તાન જીસન ઇસ્ટીલની સાથે રોજની જેમ ગયા બુધવાર 26 ઓગસ્ટના રોજ ઝૂમ એપ દ્વારા એક વિડીયો કોન્ફ્રન્સ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન જીસન ઇસ્ટીલ પોતાની ચર્ચા ખતમ થયાના તરત બાદ કમ્પ્યુટર ઉપર ખોટું બટન દબાવીને છોડી દીધું. અધિકારીની ભૂલથી કમ્પ્યુટર ઉપર લગાવવામાં આવેલો કેમેરો ચાલુ રહ્યો. ત્યારબાદ તે પોતાની સેક્રેટરી સાથે ગંદી હરકતો કરતા રહ્યા. ત્યારે કાઉન્સિલની બેઠક ચાલુ જ હતી.

Image Source

આ સમગ્ર ઘટનાને મિટિંગમાં બેઠેલા લોકો જોતા રહ્યા, પરંતુ અધિકારીને આ વાતની કોઈ જાણકારી નહોતી. પરંતુ કોઈએ આ દરમિયાન અધિકારીને જણકારી આપતા તેમને કેમેરો બંધ કર્યો હતો. આ ઘટના બાદ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને તેને નોકરી ઉપરથી છૂટો કરી દેવામાં આવ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.