શિવલિંગ પર આ ખાસ વસ્તુ ચઢાવવાથી શિવજી થાય છે પ્રસન્ન, ગરીબી થાય છે દૂર

0

આપણા હિન્દૂ ધર્મમાં માન્યતા છે શિવજીનું અલગ જ મહત્વ છે, તેમને ભોલેનાથ પણ કહેવામાં આવ્યા છે કારણ કે તેઓ જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે અને પોતાના ભક્તોને કદી નિરાશ થવા નથી દેતા. આપણે ત્યાં શિવજીના ભક્તો શિવલિંગની જ પૂજા કરે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીનો વાસ શિવલિંગમાં હોય છે. એટલે જો શિવલિંગની પૂજા કરવામાં આવે તો શિવજી જલ્દી જ પ્રસન્ન થાય છે, અને પોતાના ભક્તોની મનોકામનાઓ પુરી કરે છે.

Image Source

જો કે શિવલિંગની પૂજા કરવાની એક વિધિ છે, જો તમે આ ખાસ વિધિ દ્વારા શિવલિંગની પૂજા કરો તો તમારા જીવનમાં રહેલી સમસ્યાઓનું સમાધાન થાય છે. જો તમે શિવલિંગની પૂજા દરમ્યાન આ વાતોનું ધ્યાન રાખશો તો ભગવાન ભોલેનાથ તમારાથી જલ્દી પ્રસન્ન થઇ જશે.

એવી માન્યતા છે કે શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી ભગવાન શિવની કૃપા વરસે છે અને ભગવાન તેમના ભક્તની ગરીબી દૂર કરે છે. જો કોઈ વ્યક્તિ પર કરજો વધી ગયો છે, અને એ પોતાની કરજ ચૂકવી નથી શકતો તો આ સ્થિતિમાં શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવાથી લાભ મળે છે. આ માટે તમે શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરતા સમયે ૐ નમઃ શિવાય નો જાપ નિરંતર કરતા રહો. જો તમે આવું કરો છો તો એનાથી ભગવાન ભોલેનાથી તમારી આર્થિક તકલીફોને દૂર કરે છે. અને તેમની કૃપા પણ તમારા પર બની રહે છે.

Image Source

આ સિવાય એવું પણ કહેવાય છે કે મંગળવારના દિવસે કોઈથી પણ પૈસા ઉધાર લેવાથી બચવું જોઈએ. જો તમે કોઈ પાસેથી ઉધાર લીધું પણ છે તો તેનો પહેલો હપ્તો મંગળવારે ચૂકવવો પણ ન જોઈએ. જો તમે આવું કરો છો તો આને કારણે ભગવાન ભોલેનાથ તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આર્થિક નુકશાન પણ ભોગવવું પડી શકે છે.

જો તમારે આર્થિક તકલીફોથી હંમેશા દૂર રહેવું હોય તો રોજ સવારે પક્ષીઓને ચણ નાખવું જોઈએ, એનાથી પક્ષીઓને ખાવાનું પણ મળે છે અને તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક તકલીફોનો પણ અંત આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here