મનોરંજન

દિવ્યા ભારતીની નિધન પછી આ અજીબ ઘટનાથી ડરી ગયા હતા લોકો, સપનામાં આવતી અને…

90ના દાયકાની મશહૂર એક્ટ્રેસ દિવ્યા ભારતીએ તેના લુકસ અને તેની માસુમિયતને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. દિવ્યા ભારતીએ તેની 3 વર્ષની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. લગભગ 19 વર્ષની ઉંમરમાં તે એક એપાર્ટમેન્ટની બારીમાંથી પડી જતાતેને દુનિયા છોડી દીધી હતી.

દિવ્યા ભારતી તેની પાછળ લોકોને ઘણા સવાલ ઉભા થયા હતા. દિવ્યા ભારતી 5 એપ્રિલ 19943ના રોજ રાતે 11 વાગ્યે તેના મુંબઈના વર્ષોવાના તેના ઘરે પાંચમા માળેથી પડી જતા તેને દુનિયા છોડી દીધી હતી.બોલીવુડમાં શોક છવાઈ ગયો હતો. દિવ્યાના 2 દિવસ બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Image Source

અંતિમ સમયમાં તે ઘણી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. ઘણી ફિલ્મનું શુટિંગ ફરી કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘રંગ’માં દિવ્યા ભારતી આયેશા જુલ્ફા સાથે નજરે આવી હતી. બાદમાં આયેશાએ એક મીડિયાને જણાવ્યું હતું કે, દિવ્યા ભારતીના અમે ‘રંગ’નું ટ્રાયલ જોવા ફિલ્મ સિટી પર ગયા હતા ત્યારે ત્યાં એક અજીબ ઘટના ઘટી હતી. જ્યારે સ્ક્રીન પર દિવ્યા આવી તો સ્ક્રીન જ પડી ગઈ હતી. અમારી માટે તે એક અજીબ ઘટના હતી.

વધુમાં આયશાએ કહ્યું હતું કે, દિવ્યા ભારતીને લઈને ઘણા સમય સુધી તો વિશ્વાસ જ ના આવ્યો કે તે નથી રહી. વધુમાં એક અજીબ વાત હતી કે, તે કંઈક જાણતી હતી,કારણકે તે હંમેશા કહેતી હતી કે જલ્દી કરો, જલ્દી ચાલો. જિંદગી બહુજ ટૂંકી છે. દિવ્યાએ ક્યારે પણ કહ્યું ના હતું પરંતુ તેને લાગી રહ્યું હતું કે, તે કંઈક જલ્દી જ કરી રહી છે.દિવ્યાને બધા જ કામ જીંદગીમાં જલ્દી મળી રહ્યા હતા. તે ખુદ કહેતી હતી કે, તેને કઇ સમજમાં નથી આવતું. દિવ્યાને લાગી રહ્યું હતું કે, તે વધારે સમય સુધી નહીં રહે.

Image Source

દિવ્યાના બીજા પણ અજીબ કિસ્સા સામે આવ્યા હતા. ખુદ દિવ્યા ભારતીની માતાએ કહ્યું હતું કે, દિવ્યાના મોત બાદ ખુદ દિવ્યા સપનામાં તેને જગાડવા આવતી હતી.જ્યારે તેને ક્યાંક વહેલું જવાનું હોય તો દિવ્યા સપનામાં આવીને તેને જગાડતી હતી. આટલું જ નહીં દિવ્યા ભારતી સાજીદ નડિયાદવાલાની બીજી પત્ની વર્ધાના સપનામાં પણ આવતી હતી.