ઓરિસ્સાના ગંજમ જિલ્લામાં આવેલું બેહરમપુર એમ તો સિલ્કની સાડીઓ માટે પ્રસિદ્ધ છે. પણ આજકાલ આ કસ્બો ચર્ચાઓમાં છે તેનું એક અલગ જ કારણ છે. આ કસ્બાના એક આદિવાસી પરિવારની 25 વર્ષીય દીકરી સીતા બેહરા એક ગરીબ પરિવારની દીકરીમાંથી ટ્રાન્સમિશન કવિન બની ચુકી છે, જેની વાર્તા દેશની બધી જ દીકરીઓ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પડે છે.

સીતા ઓરિસ્સા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (OPTCL) માં ઈલેક્ટ્રીશિયન તરીકે કામ કરે છે. તે રોજ 30-30 ફુટ ઊંચા ટાવર પર ચઢે છે અને એટલે જ લોકો તેને ટ્રાન્સમિશન ક્વીન પણ કહે છે. સીતા છોકરી થઈને પણ એ કામ કરી રહી છે, જે સામાન્ય રીતે છોકરાઓનું કામ માનવામાં આવે છે.
સીતા તેના પરિવાર સાથે બેહરમપુરના સોરાન ગામમાં એક ઝૂંપડીમાં રહે છે. તેનો પરિવાર એટલો ગરીબ છે કે બે સમયનું ભોજન પણ નસીબમાં નથી હોતું, સીતા અને તેની ત્રણ બહેનો અને એક ભાઈને ઘણીવાર રાતે ભૂખ્યા પેટે જ ઊંઘવું પડતું હતું. સીતાની મોટી બહેનના લગ્ન થઇ ગયા, પણ પછી તેના પતિનું મૃત્યુ થઇ ગયું અને તે પોતાના બાળકો સાથે પિતાના ઘરે આવીને રહેવા લાગી. ઘરને ચલાવવું મુશ્કેલ હતું.

સીતાને સિવિલ સર્વિસીસની પરીક્ષા આપીને પરિવાર માટે અને ગામ માટે કઈંક કરી બતાવવું હતું, પણ જ્યા ખાવાનું બે ટંકનું ન મળતું હોય ત્યાં ભણવાની તો બહુ દૂરની વાત છે. એટલે સીતાએ સ્કૂલ ખતમ કરીને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) માં એડમિશન લીધું. તે ઇલેક્ટ્રિશિયનનો અભ્યાસ કરવા લાગી હતી. તેને ઓરિસ્સા સ્કિલ ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી 40000 રૂપિયાની મદદ મળી, જેનાથી તેને કોલેજ અને હોસ્ટેલની ફી ભરી.
આ દરમ્યાન તેને ઘણી તકલીફોનો અને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સીતાનું ગામના છોકરાઓ મજાક ઉડાવતા અને ‘ITI’, ‘ITI’ કહીને ચીઢવતા રહેતા. કોઈ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લેનાર ગામની પહેલી જ છોકરી હતી અને ગામના છોકરાઓને લાગતું કે માત્ર છોકરાઓ જ આ કરી શકે. પરંતુ તેનો પરિવાર તેને સાથ આપતો હતો અને એટલે એ ક્યારેય પણ લોકોના મજાકને ધ્યાને લેતી ન હતી.

અભ્યાસ ખતમ કર્યા બાદ તેને ઓરિસ્સા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં નોકરી મળી ગઈ અને તેના ગામની તે એકમાત્ર છોકરી છે કે જે ઈલેક્ટ્રીશિયન તરીકે કામ કરી રહી હોય. સીતાને પોતાના કામ કરવા પર ગર્વ છે. તે હવે પોતાના પરિવારને એક સારું જીવનધોરણ પૂરું પાડે છે અને સાથે જ પોતાના નાના ભાઈ-બહેનને સારું શિક્ષણ પણ અપાવી રહી છે.
ઓરિસ્સા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં કાર્યરત સીતાને તાજેતરમાં જ ઓરિસ્સા સ્કિલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સન્માનિત કરી. સીતા આજે દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.