અરે બાપ રે ! લગ્ન દરમિયાન વિદાયમાં થઇ દુલ્હનની મોત, એટલુ રોઇ કે…

ઓડિશાના સોનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્ન દરમિયાન ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. વિદાય દરમિયાન દુલ્હન એટલુ રોઇ કે તેને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલના ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી.

પ્રતિકાત્મક તસવીર

ઓડીશાના સોનપુરમાં શુક્રવારે એક લગ્ન સમારોહની ખુશી અચાનક જ માતમમાં ફેરવાઇ ગઇ. અહીં જુલાડા ગામની મુરલી સાહુની દીકરી રોજી બલાગીર જિલ્લાના ટેટલ ગામ નિવાસી બિસીકેસન સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી, પરંતુ જયારે તેની વિદાય થઇ ત્યારે તે રોઇ રહી હતી અને અચાનક જ તેની મોત થઇ ગઇ.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના 5 માર્ચના રોજ શુક્રવારની છે, લગ્ન બાદ દુલ્હો દુલ્હનને વિદાય કરાવીને લઇ જઇ રહ્યો હતો, તે દરમિયાન તે સતત રોઇ રહી હતી અને ઘણીવાર સુધી રોયા બાદ તે અચાનક જ જમીન પર પડી અને બેભાન થઇ ગઇ. સંબંધીઓએ તેના ચહેરા પર પાણી નાખ્યુ અને તે બાદ તેના હાથ-પગની માલિશ પણ કરવામાં આવી પરંતુ તેને હોંશ ના આવ્યો અને તે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી.

જો કે, ત્યાં ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી. ડોકટર અનુસાાર, તેની મોત હાર્ટ એટેકથી થઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ, તે બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

Shah Jina