આણંદમાં લૂંટારુ મહિલા ગેંગ હાથમાં કળશ અને ખોડિયાર માતાએથી આવ્યા હોવાનું કહી, દુઃખ દૂર કરવાના નામે કરી લીધી અધધધ લાખ રૂપિયાની છેતરપીંડી

આવી મહિલા ગેંગથી રહેજો સાવધાન.. જે તંત્ર મંત્રનું નામ લઈ ઘરમાં ઘુસીને લગાવે છે ચૂનો, જુઓ આણંદમાં શું કર્યું…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ અને છેતરપીંડીના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો અંધશ્રદ્ધામાં આવીને પણ લૂંટાઈ જતા હોય છે. ત્યારે હાલ એક તાજો મામલો આણંદ જિલ્લાના ઓડ ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલા ગેંગ દ્વારા ધામિર્ક વિધિના નામ પર લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ઓડ ગામના ચંદની ચોક વિસ્તારમાં રહેતા રાજુભાઈ કોઈ કામ માટે ઘરની બહાર ગયા હતા અને તેમની પત્ની કોમલ અને તેમના બે સંતાનો ઘરમાં હતા. બરાબર આ સમયે જ ત્રણ મહિલાઓ હાથમાં કળશ લઇને તેમના ઘરે પાસે આવી પહોંચી હતી.

કોમલને આ મહિલાઓ પોતે ભાવનગર ખોડિયાર માતાજીના મંદિરેથી આવ્યા હોવાનું જણાવ્યું અને પછી ઘરની અંદર પ્રવેશ લીધો હતો. સાથે જ આ મહિલાઓએ પોતાને જમાડવા માટે પણ વિનંતી કરી હતી. ત્યારે કોમલબેન પણ આંગણેથી કોઈ ભૂખ્યું પાછું ના જાય એમ વિચારી વિશ્વાસ રાખીને તેમને જમાડયા હતા.

જેના બાદ કોમલને માતાજી દુઃખ દૂર કરશે એમ કહીને ઘરમાં રાખેલું બધું ધન મંગાવી પૂજા વિધિ કરવાનું કરવાનું કહ્યું. જેના બાદ કોમલ ઘરમાં મુકેલા 1 લાખ લઇ આવી અને તેની દીકરી 50 હજાર લઇ આવી. જેના બાદ મહિલાઓએ ધૂપ ધુમાડા કરીને તેમને બેભાન કરી નાખ્યા અને પછી ત્યાં મુકેલા દોઢ લાખ રૂપિયા લઈને ફરાર થઇ ગયા હતા.  જેના બાદ કોમલે ભાનમાં આવતા સમગ્ર હકીકત પતિને જણાવતા ખંભોળજ પોલીસ મથકમાં કેસ નોંધાવ્યો હતો.

Niraj Patel