ઓક્ટોબર 2024માં સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર જેવા મહત્વપૂર્ણ ગ્રહો રાશિ પરિવર્તન કરશે. સૌ પ્રથમ 10 ઓક્ટોબરે બુધ ગોચર કરીને તુલા રાશિમાં આવશે. પછી 13 ઓક્ટોબરે શુક્ર ગોચર કરીને વૃશ્ચિક રાશિમાં આવશે. ત્યારબાદ 17 ઓક્ટોબરે સૂર્ય ગોચર કરીને તુલા રાશિમાં આવશે અને અંતે 20 ઓક્ટોબરે મંગળ ગોચર કરીને કર્ક રાશિમાં આવશે.
આ ગ્રહ ગોચરથી અત્યંત શુભ ફળ આપનારા રાજયોગ પણ બનશે. તુલા રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ બનશે, જેને જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવ્યો છે.
આ જ રીતે શનિની ચાલમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન થશે. 3 ઓક્ટોબર 2024ના રોજ 12 વાગીને 10 મિનિટે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. જ્યાં તે 27 ડિસેમ્બર 2024 સુધી રહેશે અને બધી 12 રાશિઓના લોકોને પ્રભાવિત કરશે. જાણો આ ગ્રહ ગોચર કઈ રાશિઓ માટે અત્યંત સૌભાગ્યશાળી સાબિત થશે.
વૃષભ રાશિના જાતકો માટે ઓક્ટોબરનો મહિનો અઢળક લાભ આપશે. તમે આર્થિક પ્રગતિ કરશો. બઢતી, નવી નોકરી મેળવવાની ઇચ્છા પૂરી થશે. વેપારી વર્ગ ધમધમતો નફો કમાશે. ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
સિંહ રાશિના જાતકો માટે પણ ઓક્ટોબરના ગ્રહ ગોચર લાભદાયી સાબિત થશે. અચાનક ધનલાભ થઈ શકે છે. માન-સન્માન વધશે. તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો.
કન્યા રાશિના લોકોને ઓક્ટોબરમાં ઘણા લાભ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે, જેનાથી કાર્યસ્થળ પર તમે સારું પ્રદર્શન કરશો અને વખાણ પણ મેળવશો. વ્યક્તિગત જીવન પણ સારું રહેશે. કોઈ આશ્ચર્યજનક ઘટના બની શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે