અમદાવાદમાં પાડોશણે પાડ્યો બાજુમાં જ રહેતા પુરુષનો ફોટો, પુરુષને ખબર પડતા જ કરી ફરિયાદ તો પતિ અને તેના મિત્રએ….

પાડોશીઓ સાથે ઝઘડા થવાની ઘટનાઓ મોટાભાગે જોવા મળતી હોય છે, જેમાં કોઈને કોઈ વાતે એકબીજા સાથે બોલાચાલી પણ થઇ જાય છે અને ઘણીવાર મારામારી પણ થઇ જતી હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે જે સાંભળી તમે પણ હેરાન રહી જશો. કારણ કે અહીંયા બે પાડોશીઓ વચ્ચે ફોટો પાડવાની બાબતે ઝઘડો થયો અને ઝઘડો એ હદ સુધી વધી ગયો કે તે બંને મારામારી પર ઉતરી આવ્યા.

આ ઘટના સામે આવી છે બોપલ વિસ્તારમાંથી. પિયુષ વાઢેરના પાડોશમાં રહેતા સંગ્રામ કડુની પત્ની આસ્થા તેના ફોનથી પિયુષની તસવીરો ક્લિક કરી રહી હતી. જેથી પીયૂષે તેમને ટકોર કરી હતી. ત્યારે આસ્થાએ તસવીરો ક્લિક કરવાનો ઇન્કાર કર્યો હતો અને ત્યાં જ તેની સાથે ઝઘડવા લાગી ગઈ હતી. ઝઘડો એટલી હદ સુધી વધી ગયો કે આસ્થાનો પતિ સંગ્રામ પણ બહાર આવ્યો અને વચ્ચે કૂદી પડ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ તેને પિયુષને ધમકી આપવાનું શરૂ કરી તેને પાર્કિંગ એરિયામાં નીચે બોલાવ્યો, જો તે નહિ આવે તો તેની કારને નુકશાન પહોચવવાની વાત પણ તે કરવા લાગ્યો, જેના કારણે પિયુષ નીચે આવતા તેને સંગ્રામે લોખંડનો સળીયો મોઢા પર માર્યો હતો. આ કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહિ સંગ્રામનો એક મિત્ર મહેશ પ્રજાપતિ પણ વચ્ચે કૂદી પડ્યો અને તેણે પણ પિયુષને પથ્થર મારીને ઇજા પહોંચાડી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

વાઢેરના પિતા પણ વચ્ચે આવ્યા તો તેમને પણ તે લોકોએ માર માર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. જેના બાદ પિયુષની પત્ની અને પાડોશીઓ તેને બોપલની એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં મેડિકો-લિગલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલામાં સંગ્રામ અને તેના મિત્ર મહેશ પ્રજાપતિ વિરુદ્ધ બોપલ પોલીસે ઈજા પહોંચાડવી, ગુનાહિત ધાકધમકી અને ઉશ્કેરણીનો કેસ નોંધીને સીસીટીવી ફૂટેજ અને પાડોશીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel