આજના આ જંક ફૂડ અને ભાગદોડના સમયમાં દર ત્રીજી વ્યક્તિ કબજિયાત અને ગેસથી પીડાઈ રહી છે, આજના સમયમાં ખાનપાન યોગ્ય રીતે નથી થતું. તેનું માત્રને માત્ર એક જ કારણ છે લોકો આજે બહારના કેમિકલયુક્ત અને વધારે કેલેરી યુક્ત ભોજનનો ઉપયોગ કરી રહ્યા છે.

કેમિકલયુક્ત અને વધારે કેલેરી યુક્ત જમવાનું અને બેઠાડુ જીવનના કારણે બરાબર પાચન થતું નથી. જેનાથી વિભિન્ન પ્રકારની બીમારી થાય છે. લોકો આ પ્રકારના નિદાન માટે ઘણા કીમિયા અજમાવે છે.

પરંતુ કોઈ જ ફાયદો થતો નથી. આજે અમે તમને એવો ઉપાય બતાવીશું જેનાથી તમે પેટ સંબંધિત બધી જ મુશ્કેલીઓ દુર થઇ જશે. આ માટે સૌથી પહેલા તમારું પેટ સાફ રાખવું પડે. પેટ સાફ હશે તો અનેક પ્રકારની બીમારીથી છુટકારો મળી જશે.

આ ઉપાય કરવા માટે તમારે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી પરંતુ ફક્તને ફક્ત તમારે એજ કામ કરવાનું છે જેથી કોઈ દવા પણ નહીં લેવી પડે કે કોઈ ડોક્ટર પાસે પણ નહીં જવું પડે. આ ઉપાય તમારે ફક્ત અઠવાડિયામાં એક જ વાર કરવાનો છે. જેનાથી તમને નબળાઈનો અનુભવ નહીં થાય અને પેટ પણ સાફ રહેશે. આમ્ટે તમારે ઓટ્સ પાવડર લેવો પડશે.
ઓટસ એક એવા પ્રકારનો ખાદ્ય પદાર્થ છે જે ઘણાબધા અનાજો મળવાથી બને છે. ઓટસ તમને ઘણા બધા પ્રકારના અનાજોમાંથી બને છે. આ તમને દુકાન પર આસનીથી ઉપલબ્ધ છે.

ઓટસ પાવડરને તમે લોટમાં મેળવીને લોટ બાંધી લો. આ બાદ તુરંત જ રોટલી બનાવી લો. આ પ્રયોગ અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર કરો. આ પ્રયોગ કરવાથી તેનું પરિણામ બીજા દિવસથી જ મળશે અને પેટની બધી સમસ્યા પણ પૂરું થઇ જશે.

ઘઉંની રોટલી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મેંદા અને ચોખાથી બનેલી ચીજોને બદલે ફક્ત ઘઉંની બનેલી રોટલીનું જ સેવન કરવું જોઈએ. ઘઊંની રોટલીથી વજન આસાનીથી ઘટાડી શકાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.