પહેલા આવી દેખાતી હતી અજય-કાજોલની લાડલી નીસા દેવગન, પહેલાની અને અત્યારની તસવીરો જોઇ તમે પણ શોક્ડ રહી જશો

Nysa Devgn Transformation : બોલિવૂડમાં સ્ટારકિડ્સ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે અને આવી જ એક સ્ટારકીડમાંની એક છે અજય દેવગન અને કાજોલની પુત્રી નીસા દેવગન. નીસા તેના ગ્લેમરસ લુકના કારણે છેલ્લા ઘણા સમયથી હેડલાઈન્સમાં છે, પરંતુ થોડા વર્ષો પહેલા તે બિલકુલ અલગ દેખાતી હતી. નીસા બોલિવૂડની લોકપ્રિય સ્ટારકિડ્સમાંની એક છે.

તે જ્યાં પણ જાય છે, ત્યાં પેપરાજી તેની એક ઝલક કેમેરામાં કેપ્ચર કરવા માટે ઉત્સુક રહે છે. જો કે અજય દેવગનને આ વાત પસંદ નથી. તેઓ નથી ઈચ્છતા કે તેમના બાળકો સ્ટારકિડ બનવાનું દબાણ સહન કરે અને તેઓ પોતાનું જીવન મુક્તપણે જીવી ન શકે. ગત દીવાળીએ નીસાનું ટ્રાન્સફોર્મેશન ઘણુ ચર્ચામાં રહ્યુ છે, પહેલા તે એકદમ અલગ દેખાતી હતી પરંતુ હવે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, અજય દેવગન અને કાજોલની દીકરી નીસાએ ભલે હજુ સુધી ફિલ્મોમાં એન્ટ્રી નથી કરી અને તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પબ્લિક પણ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. જ્યારે પણ નીસા કોઇ પબ્લિક પ્લેસ કે પછી ઇવેન્ટ્સ કે પાર્ટીમાં જાય છે તો તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

એટલું જ નહિ નીસાના નામ પર ઘણા ફેન પેજ પણ સોશિયલ મીડિયામાં છે. નીસાનું ટ્રાન્સફોર્મેશન જોઇ બધા હેરાન છે. નીસા પહેલા કરતા વધારે ખૂબસુરત અને બોલ્ડ બની ગઇ છે. દીવાળીના અવસર પર તેનો ટ્રેડિશનલ લુક સામે આવ્યો હતો, જેણે ચાહકોને ઘણા ઇમ્પ્રેસ કર્યા હતા. તો કેટલાક હેરાન પણ રહી ગયા હતા કે તે આટલી કેવી રીતે બદલાઇ ગઇ.

જો કે, નીસાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોયા બાદ કેટલાક લોકો તેને ટ્રોલ કરી હતી કે તેણે સર્જરી કરાવી છે પણ કાજોલે આ મામલે કહ્યુ હતુ કે- નીસા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેને બ્યુટી અને હેલ્થ વિશે ઘણી જાણકારી છે. નીસા સપ્તાહમાં ત્રણવાર ફેસ માસ્ક એપ્લાય કરે છે. નીસા તેના પિતાની જેમ ફિટનેસ ફ્રીક છે. જો કે, તે જીમ કરતા વધારે યોગ પર વિશ્વાસ કરે છે.

નીસા આમ તો લાઇમલાઇટથી દૂર રહે છે, પણ છેલ્લા કેટલાક સમયથી તે સતત સોશિયલ મીડિયા પર છવાયેલી છે. છેલ્લા કેટલાક સમયથી નીસાનું ટ્રાન્સફોર્મેશન ચર્ચાનું વિયષય બન્યુ છે. કારણ કે કેટલાક સમય પહેલા નીસા બિલકુલ નોન ગ્લેમરસ છવિમાં જોવા મળતી હતી. પણ નીસાના ગ્લેમરસ મેકઓવર અને ટ્રાન્સફોર્મેશને બધાને હેરતમાં નાખી દીધા.

લોકો એવા ક્યાસ લગાવી રહ્યા છે કે કદાચ નીસા તેના માતા-પિતાની જેમ બોલિવુડમાં કામ કરવાની તૈયારી કરી રહી છે, આ માટે તેણે તેનું રંગ રૂપ બદલ્યુ છે. જો કે, નીસા ફિલ્મોમાં એન્ટ્રી લે છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે, પણ અજય દેવગને એકવાર કહ્યુ હતુ કે તેમની દીકરીને ફિલ્મોમાં કોઇ દિલચસ્પી નથી.

તમને જણાવી દઈએ કે નીસા દેવગને સિંગાપોરની યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાંથી અભ્યાસ પૂરો કર્યો છે. તે વધુ અભ્યાસ માટે સ્વિટ્ઝર્લેન્ડ ગઈ હતી. નીસા એ સ્ટાર કિડ્સમાંથી એક છે જેણે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ નથી કર્યુ અને આ પહેલા જ પોતાની ઓળખ બનાવી લીધી છે. આજે તેના ચાહકોની કોઈ કમી નથી.

Shah Jina