ગાડીમાંથી ઉતરતા જ બોડીગાર્ડ સાથે ટકરાઇ અજય દેવગનની લાડલી નિસા, લોકો બોલ્યા- મમ્મી પર ગઇ છે…

કારમાંથી ઉતરતા જ બોડીગાર્ડ સાથે ટકરાઇ નિસા દેવગન, Oops મોમેન્ટનો શિકાર થતા માંડ માંડ બચી અજય દેવગનની લાડલી- વીડિયો આવી ગયો જોઈ લો

Nysa Devgan Collided With Bodyguard : બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgan) અને કાજોલની (Kajol) દીકરી નિસા (Nysa Devgan) ઘણીવાર ચર્ચામાં રહે છે. મિત્રો સાથે પાર્ટી હોય કે પછી વિદેશ ટૂર હોય, તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે. નિસા ઘણીવાર તેના બેસ્ટફ્રેન્ડ ઓરી સાથે પાર્ટી કરતી જોવા મળી છે. ઘણીવાર બંને મુંબઈમાં આઉટિંગ અથવા તો હોલિડે ટૂર પર સાથે જોવા મળે છે. ત્યારે કેટલાક દિવસ પહેલા જ રાત્રે બંને ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. જો કે, આ વખતે કારમાંથી નીચે ઉતરતી વખતે નિસા દેવગન પડતા પડતા બચી ગઈ હતી.

નિસા દેવગનનો આ વીડિયો સેલિબ્રિટી પેપરાજી વિરણ ભયાણીએ શેર કર્યો છે. આ વીડિયોમાં નિસા તેના બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે ડિનર માટે એક જ કારમાંથી નીચે ઉતરતી જોવા મળે છે. નિસા તેની કારમાંથી નીચે ઉતરે છે કે તરત જ તેનો પગ લપસી જતા તે પડી જવા જેવી થાય છે. આ દરમિયાન તેનો બોડીગાર્ડ સામે ઊભો હોય છે અને નિસા તેની સાથએ ટકરાઇ જાય છે. આ વીડિયો પર ઘણા લોકો નિસાને ટ્રોલ કરી રહ્યા છે. કોઈએ લખ્યું- શું નિસા હંમેશા નશામાં રહે છે.

એકે લખ્યું- હું હંમેશા જાણવા માંગતો હતો કે આ ઓરી કોણ છે અને આખરે મને ખબર પડી કે તે એક ગુપ્ત અંગત બોડીગાર્ડ છે. એકે કહ્યું- આ ઓરી બધે જ છોકરીઓ સાથે જ જોવા મળે છે, દયા કુછ તો ગડબડ હૈ. કેટલાકે તો એવું પણ લખ્યું છે કે બોડીગાર્ડે જાણી જોઈને દરમિયાનગીરી કરી હતી. બીજાએ લખ્યું- સિંઘમે દીકરીને કંઈ શીખવ્યું નથી. બીજાએ કહ્યું- એ તો બિલકુલ મમ્મી પર ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, ઓરી અને નિસાએ નવા વર્ષ પર દુબઈમાં સાથે પાર્ટી પણ કરી હતી. ઓરી ઘણીવાર નિસા દેવગન જ્યાં પણ હોય ત્યાં તેની સાથે સ્પોટ થતો હોય છે. બોલિવૂડના અન્ય સ્ટારકિડ્સ અને હિરોઇન સાથે પણ ઓરીનું ઘણુ સારુ બોન્ડિંગ છે. જાહ્નવી કપૂર હોય કે ભૂમિ પેડનેકર ઓરી દરેકની ખૂબ નજીક છે. જ્યારે બોલિવૂડના તમામ સ્ટાર કિડ્સ ફિલ્મોમાં પ્રવેશી ચૂક્યા છે, ત્યારે હાલમાં નિસા વિશે આવી કોઈ ચર્ચા નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina