ફિગરમાં તો માં કાજોલને પણ ટક્કર આપે છે અજય દેવગનની લાડલી, જુઓ
બોલિવુડ કપલ અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા ઘણીવાર તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તેને ઘણીવાર તેની માતા કાજોલ સાથે સ્પોટ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ ન્યાસા દેવગનને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી, જે તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
ન્યાસા દેવગનને બાંદ્રા સ્થિત સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી હતી. જયાં તેની કેમેરામાં કુલ તસવીરો કેદ થઇ હતી. બોલિવુડ અભિનેત્રી કાજોલ ગુરુવારે તેનો 47મો જન્મદિવસ મનાવી રહી છે અને આ અવસરને સ્પેશિયલ અંદાજમાં સેલિબ્રેટ કરવા માટે અભિનેત્રીને બુધવારે સાંજે મુંબઇના એક સલૂનમાં દીકરી ન્યાસા સાથે સ્પોટ કરવામાં આવી હતી.
આ દરમિયાન કાજોલે ફ્લાવર પ્રિંટ ડ્રેસ પહેર્યો હતો અને ન્યાસાએ વ્હાઇટ ફિટેડ ટોપ અને પ્રિંટેડ પેંટ્સ પહેર્યુ હતુ. બંનેએ કોરોનાને ધ્યાને રાખી માસ્ક કેરી કર્યુ હતુ. આ દરમિયાનની બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. બંનેના લુકની પણ સરાહના થઇ રહી છે. ચાહકોને પણ તેમનો આ લુક પસંદ આવી રહ્યો છે.
કાજોલ બોલિવુડની સૌથી કુલ મોમ છે અને તે તેણે ઘણીવાર સાબિત કર્યુ છે. ન્યાસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની સારી ફેન ફોલોઇંગ પણ છે. કાજોલ દીકરી સાથે એક ખૂબસુરત બોન્ડ શેર કરે છે. ન્યાસા બોલિવુડના તે સ્ટાર કિડ્સમાંની એક છે જે ઘણીવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના કપડાને લઇને ટ્રોલ પણ થઇ છે.

સૌથી વધુ ટ્રોલ તો તેને ત્યારે કરવામાં આવી હતી જયારે તે દાદાના નિધનના તુરંત બાદ સલૂનમાં નજર આવી હતી. એક ઇન્ટરવ્યુમાં અજય દેવગને આ ટ્રોલને લઇને જવાબ પણ આપ્યો હતો અને દીકરીનો બચાવ કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં અજય દેવગને ટ્રોલર્સ પર ગુસ્સો જાહેર કર્યો હતો અને દીકરીનો બચાવ કરતા કહ્યુ કે, પિતા વીરુ દેવગનના નિધન બાદ ઘરનો માહોલ ખરાબ હતો અને દીકરીને તેમણે પોતે થોડી બહાર ફરી આવવા માટેની સલાહ આપી હતી. કારણ કે તે સારુ મહેસૂસ કરે.
તમને જણાવી દઇએ કે, ન્યાસા દેવગન લાઇમલાઇટથી દૂર સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલ તો લોકડાઉનને કારણે ન્યાસા તેના પેરેન્ટ્સ સાથે સમય વીતાવી રહી છે અને આ પળોને ખૂબ એન્જોય કરી રહી છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે તેની માતા અને અભિનત્રી કાજોલ સાથે એરપોર્ટ પર નજર આવી હતી.

ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ મુંબઈમાં થયો હતો. હાલ ન્યાસા બોલીવુડમાંથી દૂર રહીને પોતાના અભ્યાસ ઉપર પૂરતું ધ્યાન આપી રહી છે. તે હાલમાં સિંગાપુરમાં અભ્યાસ કરે છે. પરંતુ થોડા સમય પહેલા જ તે કોરોના વાયરસના કારણે ભારત પરત ફરી હતી. આ દરમિયાન જ અજય દેવગન અને કાજોલે ન્યાસાના જન્મ દિવસે ફોટો શેર કરી અને શુભકામનાઓ પણ આપી હતી. ન્યાસા પોતાના દેખાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

ન્યાસા મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જ રહે છે. પરંતુ થોડા દિવસ પહેલા જ ન્યાસાના ટ્રેડિશનલ આઉટફિટની તસવીરો પણ સામે આવી હતી. સોશિયલ મીડિયા ઉપર ન્યાસાને ઘણીવાર પોતાના કપડાના કારણે ટ્રોલ થવું પડ્યું છે. તેના વારંવાર ટ્રોલ થવા ઉપર કાજોલે પણ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “ટ્રોલિંગથી દુઃખ થાય છે.” કાજોલે ટ્રોલર્સ વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

ન્યાસાને બોડિફિટ કે બોડીકૉન ડ્રેસ પણ ખુબ જ પસંદ આવે છે. કારણ કે તેની ફિગર પણ તે માટે ફિટ છે. હવે આવી ફિટ ફિગર હોય તો કોઈ છોકરીને આવા ડ્રેસ કેમ પસંદ ના આવે. આજકાલ ટી-શર્ટ ડ્રેસ, બ્લેજર ડ્રેસ અને હૂડી ડ્રેસ પણ ફેશનમાં છે. તો આ ફેશન અપનાવવામાં ન્યાસા કેમ પાછળ રહે ? તે પણ હૂડી ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી છે. જે લુક પણ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. ન્યાસા ક્રોપ ટોપની પણ દીવાની છે. તે વધારે પ્રમાણમાં આ ક્રોપ ટોપમાં જ સ્પોટ કરવામાં આવે છે. ભલે પછી તેની ઉપરની સ્ટાઇલ ગમે તેવી હોય.
View this post on Instagram