રાતના અંધારામાં અજય દેવગનની લાડલીનો બોલ્ડ અંદાજ, લેટેસ્ટ તસવીરોમાં ન્યાસાના એબ્સ જોઇ ચાહકો થયા શોક્ડ

અજય દેવગનની દીકરી ન્યાસાએ ફ્લોન્ટ કર્યા ટોન્ડ એબ્સ, ફેન્સને શરમ આવી ગઈ- જુઓ તસવીરો

આજના સમયમાં પણ રંગભેદની બાબતો જોવા મળે છે. રંગભેદને લીધે લોકોનો ખુલ્લેઆમ મજાક બનાવવામાં આવે છે. પોતાના શ્યામ રંગને લીધે સામાન્ય જનતા હોય કે પછી બૉલીવુડ કલાકારો, લોકોના નિશાના પર આવી જ જાય છે.

એવી જ એક બોલિવુડ માં-દીકરીની જોડી કાજોલ-ન્યાસા દેવગનની છે, જેને પણ અવાર-નવાર પોતાના કાળા રંગને લીધે મજાકનો પાત્ર બનવું પડે છે. વર્ષ 2019 માં જ્યારે ન્યાસા પરિવાર સાથે થાઈલેન્ડ ટ્રીપ થી પરત આવી હતી ત્યારે એરપોર્ટ પર તેની ડ્રેસ સ્ટાઇલ અને કાળા રંગને લીધે ખુબ મજાક બનાવવામાં આવ્યો હતો.

જો કે ઘણીવાર ન્યાસના કપડા પહેરવાની સેન્સ પર લોકો રોષે ભરાયા હતા અને સોશિયલ મીડિયા પર જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી હતી. અભિનેત્રી કાજોલે આજે આ મુકામ પોતાની મહેનતના દમ પર મેળવ્યું છે. જો કે કાજોલનો પણ પોતાના કાળા રંગને લીધે મજાક બનાવવામાં આવતો હતો જેને લીધે તે ખુબ પરેશાન થઇ જતી હતી. કાળો રંગ હોવા છતાં કાજોલે તે મુકામ મેળવ્યું જે આજની સુંદર અભિનેત્રીઓના બસની વાત નથી.

ન્યાસા દેવગન બી ટાઉનની એ સ્ટારકિડ્સમાંની એક છે, જેને અવાર નવાર તેના લુક્સ અને કપડાને કારણે લોકોની અભદ્ર વાતોનો શિકાર થવું પડે છે. આ ઉપરાંત પણ ન્યાસા દેવગન તેની તસવીરોને લઇને હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રેમાળ કપલ્સમાંના એક અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા તેની તસવીરોને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા  પર ન્યાસાએ ઇન્સ્ટા પેજ તો પ્રાઇવેટ કરેલ છે પરંતુ તેના નામથી ઘણા ફેન પેજ છે. હાલમાં જ તેની શેર કરવામાં આવેલ તસવીરે બધાને દીવાના બનાવી દીધા છે.

બોલિવુડ સુપરસ્ટાર અજય દેવગનની દીકરી ન્યાસા દેવગને તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. આ તસવીરમાં તે તેના પરફેક્ટ ફિટ ટોન્ડ એબ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં ન્યાસા ખુશીથી ઉછળી રહી છે. આ દરમિયાન તે આકાશ સામે જોઇ રહી છે. રાતના અંધારામાં ક્લિક કરવામાં આવેલ આ તસવીરમાં ન્યાસાએ સફેદ ક્રોપ ટોપ અને જીન્સ કેરી કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Nysa devgan ♡ (@nysadevganx)

આ તસવીરની ખાસ વાત એ છે કે, આ તસવીરમાં ન્યાસાના વોશબોર્ડ એબ્સ જોવા મળી રહ્યા છે, જેને ચાહકોને દીવાના બનાવી દીધા છે. આનાથી જ એ વાત પર મહોર લાગે છે કે, ન્યાસા એક ફીટનેસ ફ્રીક છે.

Shah Jina